
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા જિલ્લાના શૈક્ષણિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા શ્રી ભલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ અંતર્ગત કરેલ વિવિધ પ્રવૃત્તિઓ.
નર્મદા: શ્રી ભલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગયા સપ્તાહ માં શ્રી નવદુર્ગા શાળા રાજપીપલા ખાતે શ્રી.એ.એન. બારોટ વિદ્યાલય ડેડીયાપાડા ખાતે થી હાલમાં નિવૃત થયેલ આચાર્ય શ્રી યોગેશભાઈ ભલાણી નું સન્માન નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભુસારા સાહેબ દ્વારા તથા નર્મદા જિલ્લા આચાર્ય સંઘ દ્વારા સાલ ઓઢાડી ને તેમજ પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમયે શ્રી ભાલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી યોગેશભાઈ ભલાણીએ નર્મદા જિલ્લામાં ધોરણ 10 SSC માં પ્રથમ ત્રણ નંબરો લાવનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રૂ.11,000/- અગિયાર હજાર જેટલાં રૂપિયાનું દાન આપેલ હતું, જે સરાહનીય કાર્યને સૌ આચાર્યશ્રીઓએ તાલીઓના ગડગડાટથી વિચારને વધાવી લીધો હતો, ત્યારબાદ ખાસ જાહેરાત મુજબ નર્મદા જિલ્લાના શાળા કક્ષાએ જિલ્લામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ તેમજ શ્રેષ્ઠ શ્રેષ્ઠ પટાવાળા, શ્રેષ્ઠ શિક્ષકો, શ્રેષ્ઠ ક્લાર્ક અને શ્રેષ્ઠ આચાર્ય જિલ્લા કક્ષાએ વિવિધ શાળા માંથી માહિતી મંગાવી તેઓને જિલ્લા કક્ષાએ સન્માન પત્ર ટ્રસ્ટ દ્વારા આપી સન્માનિત કરવામાં આવશે અને પ્રોત્સાહિત પુરસ્કાર પણ આપવામાં આવશે, શ્રી.એ. એન.બારોટ વિદ્યાલય ખાતે શરૂ થયેલ મોક કસોટી બોર્ડ પ્રશ્નપત્ર પરિરૂપ મુજબની શરૂ થઈ હતી જેમાં ધોરણ 10 SSC અને ધોરણ 12 HSC ના તમામ વિદ્યાર્થીઓને સાત વિષયની કુલ 5000 નંગ જવાબવહીનો વિતરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ હતું જેથી શાળા પરિવારે પ્રવૃત્તિઓને વધાવી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા