શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા તાલુકાના આંબાબારી ગામે પ્રાથમિક શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો,
જ્ઞાનશક્તિ દિનની ઉજવણી સંદર્ભે આંબાબારી પ્રાથમિક શાળામાં નવા બંધાયેલા ઓરડાનું આજ રોજ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો શ્રીમતિ શિલ્પાબેન ના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો,
જિલ્લા કક્ષાએથી લાઇઝનીંગ કરી રહેલા એવા સી.આર.સી. કોર્ડીનેટર મહુવાસ શ્રી અનિલભાઈ પટેલ પણ હાજર હતા બાળકોના શિક્ષણ માટે સતત ચિંતનશીલ એવા શિલ્પાબેનએ સુંદર અને સચોટ રીતે શિક્ષણનું મહત્વ સમજાવતા અને આશીર્વચન પાઠવ્યા.
શાળાના આચાર્ય શ્રીમતી આનંદીબેન પટેલ તથા તેમની સમગ્ર ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા ખુબ મહેનત કરેલ છે તે માટે શિલ્પાબેન તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો ગામમાં નવ યુવાનો માટે પ્રેરણારૂપ અને ગુરુ તુલ્ય શ્રી શૈલેષભાઈ પણ શાળાના શરૂઆતથી અત્યાર સુધીનો ચિતાર પોતાના શબ્દોમાં રજુ કર્યો હતો. ઉપસ્થિત એસ.એમ.સી સભ્યો ગ્રામજનો અન્ય શાળા માંથી પધારેલ આચાર્યશ્રીઓ અને શિક્ષકો તથા ગ્રામ જનો વડીલોનો આ તબક્કે ખૂબ ખૂબ શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.