શિક્ષણ-કેરિયર

રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૨ અંતર્ગત વાઇબ્રન્ટ સાયન્સ સ્કુલ વ્યારા ખાતે શિક્ષકોનો ઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ: તાપી કીર્તનકુમાર 

જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ માટે શિક્ષકોનો ઓરીએન્ટેશન વર્કશોપ વાઇબ્રન્ટ સાયન્સ સ્કુલ વ્યારા ખાતે યોજાયો: 

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગાંધીનગર સંચાલિત ગુજકોસ્ટ પ્રેરિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર  વ્યારા, તાપી દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ – ૨૦૨૨ અંતર્ગત આજરોજ શિક્ષકોનો ઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો જેમાં તાપી જીલ્લાના ૫૦ શિક્ષકો ઓરીએન્ટેશન વર્કશોપમાં હાજર રહ્યા જેમાં તેઓને ૯ થી ૧૨ ધોરણના બાળકોને જુદી-જુદી ૫ થીમો જેવી કે આરોગ્ય અને સુખાકારી માટે ઇકોસીસ્ટમ પર પ્રોજેક્ટ કાર્ય કઈ રીતે કરવાનું અને તેની ઉપલબ્ધિઓ તથા તેના ફાયદા પર સંશોધનાત્મક કાર્ય કરી ૮ પાનાનો સ્વઅક્ષરે પ્રોજેક્ટ સ્વરૂપે રજુ કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન તાપી જીલ્લાના લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યું.

આમ અગામી દિવસોમાં તાપી જીલ્લામાંથી ૧૦૦ પ્રોજેક્ટો જુદીજુદી શાળાઓ માંથી તૈયાર થશે જે માંથી ૧૦ સારા પ્રોજેક્ટોની પસંદગી નિર્યણાયક ટીમ દ્વારા પસંદગી કરવામાં આવશે. શિક્ષક વર્કશોપના અંતે સૌ સાથે મળી હળવો અલ્પાહાર લઇ  છૂટા પડ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है