
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આજરોજ પ્રાથમિક શાળા ગાળકુવાના 115મા સ્થાપના દિવસની શાળાના જ્ન્મદિવસ તરીકે ઉજવણી કરવામા આવી હતી.
સમગ્ર કાર્યક્રમનુ આયોજન શાળાના ભુતપૂર્વ વિદ્યાર્થી તેમજ શાળા સ્ટાફ તથા ગ્રામ પંચાયતના સયુક્ત ઉપક્રમે આયોજન થયુ હતુ.
જેમા મુખ્ય અતિથી તરીકે તાપી જિલ્લા શિક્ષણ સમીતિના ચેરમેન શ્રીમતિ સરીતાબેન વસાવા, સોનગઢ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રીમતિ દમયંતિબેન, મહામંત્રી શ્રી ભાવીનભાઈ, ભુતપૂર્વ શિક્ષકશ્રી લાલસિંગભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ અન્ય ગામના વડીલશ્રીઓ, ગાળકુવા કેંદ્રની શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ અને વાલીશ્રીઓ હાજર રહ્યા હતા.
શાળાના સ્થાપના દિવસે આવેલ મહેમાનોનુ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામા આવ્યુ હતુ. શાળા દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામા આવ્યુ હતુ. શાળા આચાર્યશ્રી નવિનભાઈ દ્વારા પ્રસંગ અનુરુપ ઉદબોધન કરવામા આવ્યુ હતુ. શાળાની દિકરીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામા આવ્યુ હતુ તેમજ ગરબા અને દેશભક્તિગીત પર ડાંન્સ રજુ કરવામા આવ્યા હતા. તમામ મહેમાનશ્રી દ્વારા બાળકોના ઉત્સાહને વધારવા રોકડ ઈનામ આપવામા આવ્યુ હતુ આશરે 5000 જેવી રોકડ રકમનુ ઈનામ આપી બાળકોના ઉત્સાહને વધારવામા આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમની તૈયારી કરાવનાર શિક્ષિકાબેન હેમાંગીનીબેનનુ પણ સન્માન કરવામા આવ્યુ હતુ. છેલ્લે શાળાના આચાર્યશ્રી દ્વારા આભાર વ્યકત કરવામા આવ્યો હતો તેમજ બધા માટે ભોજનની વ્યવસ્થા કરવામા આવી હતી.