પર્યાવરણ

જમીન પ્રભાવિત થશે નહીં, પાણી વ્યર્થ જશે નહીં, પર્યાવરણ સંરક્ષણની પ્રતિબદ્ધતાઃ

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ,     

તાપી:  ડોસવાડા GIDC ખાતે સ્થાપિત થનારા પ્લાન્ટનો લોકો દ્વારા વિરોધ થઇ રહયો છે, તો બીજી તરફ કંપની દ્વારા  જમીન પ્રાભાવિત થશે નહીં, પાણી વ્યર્થ જશે નહીં, પર્યાવરણ સંરક્ષણની પ્રતિબદ્ધતાઃ દોસવાડા સ્મેલ્ટરમાંથી નીકળતા ટ્રીટ કરાયેલો કચરો બીજા ઉદ્યોગ દ્વારા ઉપયોગમાં લેવાશે; એવાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે,  હાલ આ બાબતે જાગરૂકતા જરૂરી છે, 

  • પ્લાન્ટમાં ઉત્પન્ન થનાર મોટાભાગના ઘટકો રિસાઇકલ અને રિયૂઝ કરીને ફરી  ઉપયોગમાં લઇ શકાશે.
  • પ્લાન્ટની બહાર કોઇપણ કચરો છોડવામાં આવશે નહીં અને તેનાથી જળ અને જમીન સંરક્ષણ સુનિશ્ચિત થશે.
  • પ્લાન્ટમાંથી કચરા તરીકે નીકળતા સ્લેગનો ઉપયોગ અન્ય કંપની દ્વારા કરવામાં આવશે, જે ઇકોફ્રેન્ડલી કોન્સેપ્ટને મજબૂત કરવામાં સહાયક રહેશે.

હિંદુસ્તાન ઝિંક દ્વારા ઝિંક સ્મેલ્ટિંગની પ્રક્રિયામાં અપનાવાતી ટેકનીક ઉન્નત છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. આ ટેકનીકના ઉપયોગથી હિંદુસ્તાન ઝિંકને વિશ્વમાં અગ્રણી ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. દોસવાડામાં સ્થાપિત થનારા પ્લાન્ટમાં ઉત્પન્ન મોટાભાગના ઘટકો રિસાઇકલ અને રિયૂઝ કરીને ઉપયોગમાં લઇ શકાશે.
પ્લાન્ટમાં પાણીના પુનઃઉપયોગ અને રિસાઇકલિંગ દ્વારા તાજા પાણીની આવશ્યકતામાં ઘટાડો સુનિશ્ચિત કરાશે, જેનાથી જળ સંરક્ષણ થશે અને કોઇપણ ગતિવિધિ અહીંની જમીનને પ્રભાવિત કરવાનું કારણ બનશે નહીં. પ્લાન્ટની બહાર કોઇપણ કચરો છોડવામાં આવશે નહીં અને તેનાથી જળ અને જમીન સંરક્ષણ સુનિશ્ચિત થશે. આ ઉપરાંત જળવાયુ અને કૃષિક્ષેત્રો ઉપર પણ કોઇ પ્રભાવ થશે નહીં.
આ પ્રક્રિયામાં ઉત્પન્ન પ્રવાહીને એફ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઇટીપી)માં અને ત્યારબાદ આરઓ-ઝેડએલડી પ્લાન્ટમાં ટ્રીટ કરાશે, જેથી પ્લાન્ટમાંથી ઝિરો લિક્વિડ ડિસ્ચાર્જ સુનિશ્ચિત કરી શકાય તેમજ પાણીના રિસાઇકલ અને રિયૂઝ વધારી શકાય. પ્લાન્ટની યોજના ઝિરો વેસ્ટના સિદ્ધાંત ઉપર આધારિત છે અને તેથી જ પ્લાન્ટના કારણે પાણીનો વ્યય અથવા દૂષિત થશે નહીં.
હિંદુસ્તાન ઝિંક પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા દોસવાડા ઝિંક પ્લાન્ટમાં ફ્યૂમર પ્લાન્ટ સ્થાપિત કરશે, જેનાથી નક્કર કચરા ઝેરોસાઇટનું ઉત્પાદન શૂન્ય રહેશે અને તે પર્યાવરણ સંરક્ષણ માટે પણ ખાસ છે. ઝેરોસાઇટ રાખવા માટે જમીનની આવશ્યકતા રહેશે નહીં અને તેની સાથે પ્રાકૃતિક સંસાધનોનું પણ સંરક્ષણ થશે. પ્લાન્ટમાંથી કચરા તરીકે નીકળતા સ્લેગનો ઉપયોગ અન્ય કંપની દ્વારા કરવામાં આવશે, જે ઇકોફ્રેન્ડલી કોન્સેપ્ટને મજબૂત કરવામાં સહાયક રહેશે. આ પ્રક્રિયાથી ફ્યૂમર પ્લાન્ટમાં ઝેરોસાઇટના ઉત્પાદન વિના ખનિજની રિકવરી કરી શકાશે.
દોસવાડા પ્રોજેક્ટ સાઇટમાં ગ્રીનબેલ્ટ અને બ્લોક પ્લાન્ટેશન માટે લગભગ 55 હેક્ટર એટલે કે કુલ ક્ષેત્રફળના 33 ટકા ઉપયોગ કરવાનો પ્રસ્તાવ છે. ઝિંક સ્મેલ્ટિંગમાં વેસ્ટ ટૂ વેલ્થના લક્ષ્ય સાથે જળ, જમીન અને પર્યાવરણ સંરક્ષણ સુનિશ્ચિત થશે. ઉત્પાદન દરમિયાન જો કોઇ લઘુ ધાતુ ઝિંક અયસ્કમાં રહે તો તેને કેક સ્વરૂપે ઉત્પાદિત કરીને અન્ય પ્લાન્ટ્સમાં લઘુ ધાતુઓની રિકવરી માટે આગળ મોકલવાશે. પ્લાન્ટની બહાર કોઇપણ કચરાનું વહન કરાશે નહીં, જેનાથી જળ અને જમીન સંરક્ષણ સુનિશ્ચિત થશે. આમ ઉન્નત ટેકનીકનો ઉપયોગ કરતાં વિશ્વના અગ્રણી ઉદ્યોગ હિંદુસ્તાન ઝિંક પોતાના સિદ્ધાંત ઝિરો હાર્મ, ઝિરો વેસ્ટ અને ઝિરો ડિસ્ચાર્જ ઉપર ખરા ઉતરશે, તે જોવું રહ્યું. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है