શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ પ્રદીપ ગાંગુર્ડે
ડાંગ જિલ્લામાં શાળામા આવતી સફાઈની ગ્રાન્ટ ચાવ? વિદ્યાર્થીઓના હાથમાં નોટ, બોલપેન પુસ્તકોના બદલે ઝાડુ:
સાફ સફાઈ નુ શિક્ષણ બાળકોને આપવું જરૂરી છે પણ સફાઈ ના નામે નાના ભૂલકાઓ પાસે શાળા સંકુલ બહાર ની જગ્યાએ શિક્ષણ મેળવવાના સમયે સફાઈ કામ કરાવવું એ તપાસ નો વિષય..
સાપુતારા: દિવાળી વેકેશન પૂર્ણ થતાં બાળકો શાળાએ પહેલાં દિવસે શિક્ષણ મેળવવાં તો ગયા પણ સફાઈ ના નામે શ્રમ કરતાં જોવાં મળ્યા … ડાંગ જીલ્લામાં શિક્ષણની સ્થિતિ આવી રહી તો કેવી રીતે “ભણશે ગુજરાત” જ્યારે શિક્ષકો પોતાની ફરજનુ જ ભાન ભૂલી ગયા હોય, તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડાંગ જિલ્લાની પ્રાથમિક શાળા ટાકલીપાડામા જ્યાં નાના ભુલકાઓને સાફ સફાઈની કામગીરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ડાંગ જિલ્લામાં પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત પ્રાથમિક શાળાઓમાં હાલ દિવાળી વેકેશન પૂરું થતા શાળાઓ શરૂ થઈ ગઈ છે. તેવા સંજોગોમાં આહવા તાલુકાના ગલકુંડ માર્ગ ઉપર આવેલ ટાકલીપાડા પ્રાથમિક શાળામાં નાના નાના ભૂલકાઓ પાસે શાળાના બહાર સાફ સફાઈની કામગીરી કરાવવા મા આવતા પ્રાથમિક શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ટાકલીપાડા પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડની બહાર અને કોઈપણ પુખ્ત વયની વ્યક્તિ ની દેખરેખ વગર નાના નાના ભુલકાઓને હાથમાં પુસ્તક કે પેન આપવાને બદલે ઝાડુ કચરા ટોપલી આપી ગંદગી સાફ કરાવવાની કામગીરી કેટલી યોગ્ય ? આ બાબતે શિક્ષણ અધિકારી નરેન્દ્ર ઠાકરેએ સ્પષ્ટતા કરતા કહ્યું કે શાળા બહાર બાળકો પાસે સફાઇ કરાવવી એ ખોટું છે આની તપાસ થશે.