
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
શક્તિ ટ્રસ્ટ અને માનવ અધિકાર કેન્દ્ર સોનગઢ ખાતે “જયપાલસિહ મુંડા” લાઈબ્રેરીનું ઉદ્ઘાટન અને “નવચેતના” મેગેઝિન પુસ્તક નું વિમોચન કાર્યક્રમ યોજાયો:
લાઈબ્રેરીમાં કુલ ૨૪૭૯ થી વધુ વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ:
શક્તિ ટ્રસ્ટ અને માનવ અધિકાર કેન્દ્ર સોનગઢ ખાતે તા.૦૩/૦૬/૨૦૨૨ શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે “જયપાલસિહ મુંડા” લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો.જે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું આદિવાસી વાજિંત્રો વગાડી ગેટ પાસેથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ નર્મદા જિલ્લા માહિતી વિભાગના સિનિયર સબ એડિટર શ્રીમતિ ઊર્મિલાબેન મહાલા દ્વારા “જયપાલસિહ મુંડા” લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યો.આજે તમામ મહેમાનોએ લાઈબ્રેરીનું દર્શન કર્યું. ત્યારબાદ કાર્યક્રમમાં પધારેલ તમામ મહેમાનોનું ફૂલો આપી સ્વાગત કરવામાં આવ્યું.
આજના “જયપાલસિહ મુંડા” લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે નર્મદા જિલ્લા માહિતી વિભાગના સિનિયર સબ એડિટર શ્રીમતિ ઊર્મિલાબેન મહાલા, વ્યારા ડિસ્ટ્રિક કોર્ટના સરકારી વકીલશ્રી મનોહરભાઈ, ગુજરાત રાજ્ય GPSC ના માજી ચેર પર્સન શ્રી મૂળચંદ્રભાઈ રાણા, ગુજરાતી ભાષાના પ્રોફેસરશ્રી ર્ડો.સ્વપ્નિલભાઈ મહેતા, શક્તિ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ઝેવિયેરભાઈ ,સમાજસેવા મંડળ રાજપીપળા ના ડાયરેક્ટર અને શક્તિ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી, અને એડવોકેટ અને નોટરી શ્રીમતી સોનલબેન ગામીત, સરકારી લાઈબ્રેરીના નિવૃત ગ્રંથપાલ શ્રી ધનસુખભાઈ, શક્તિ ટ્રસ્ટના ડાયરેક્ટરશ્રી રમેશભાઈ તડવી, સાત તાલુકાઓ માંથી આદિવાસી સાર્વગી વિકાસ સંઘોના પ્રમુખશ્રી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા.
ત્યારબાદ શક્તિ ટ્રસ્ટના ડાયરેક્ટરશ્રી રમેશભાઈ તડવી દ્વારા સંસ્થાનો પરિચય અને પ્રવૃત્તિઓ વિશે ચર્ચાઓ કરી જેમાં સંસ્થા કાયદાકીય માર્ગદર્શન આપે છે. જુદા જુદા કોર્ટ બહારના કેસોનું વિનામૂલ્યે સમાધાન કરાવે છે. જે સમગ્ર વર્ષમાં 180થી વધુ કેસો નું સમાધાન કરાવે છે. સાથે વિવિધ કાયદાકીય વિશે તાલીમો આપવામાં આવે છે. યુવાનો માટે UPSC, GPSC ની તાલીમો, વિધવા બહેનોની તાલીમ, સામાજિક પરિવર્તન ની તાલીમ, સાથે આદિવાસી ઓળખને મજબૂત કરવાની, ચૂંટાયેલા સરપંચ તાલુકા/જિલ્લા પંચાયતના સભ્યોને અધિકારોની શિબિર અને આદિવાસી અધિકારો વિશે વિશેષ તાલીમ આપવામાં આવે છે.
“જયપાલસિહ મુંડા લાઈબ્રેરી”માં કુલ ૨૪૭૯ અલગ અલગ પુસ્તકો જેવા કે સામાજિક, કાયદાકીય, વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાને લગતા પુસ્તકો, આદિવાસી સમાજને લગતા પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
લાઈબ્રેરીમાં વાંચનનો સમય:
(સવારે ૯:૩૦ થી ૪:૩૦ વાગ્યા સુધી – સોમવારે થી શુક્રવાર ) શનિવારે ૨:૩૦ વાગ્યા સુધી શરૂ રહેશે. જેની દરેકે વિદ્યાર્થી અને વાંચકો એ નોંધ લેવી.
કાર્યક્રમના અંતે નવચેતના પ્રોગ્રામના બાળકો દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ, અમીતાબેન દ્વારા કરવામાં આવ્યું.અને અંતે રેહાનતાબેન દ્વારા સમગ્ર કાર્યક્રમમાં ભાગ લેનારનો આભાર વ્યક્ત કર્યો.