
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર તાપી જિલ્લાની જાહેર જનતા જોગ સંદેશ:
વ્યારા-તાપી: તાપી જિલ્લાની જાહેર જનતા જાણવા જોગ જિલ્લા પંચાયત તાપી આરોગ્ય શાખામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર( પુરુષ) ની વર્ગ- ૩ ની ભરતી માટે જાહેરાત આપવામાં આવેલ હતી. જે મુજબ જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા હસ્તક મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની કુલ-૨૪૧ જગ્યા મંજુર થયેલ હતી. જે અનુસાર જુદી જુદી કેટેગરી પ્રમાણેનું રોસ્ટર નિભાવણી કરી નિયમિત રીતે મહેકમની માહિતી રાજ્ય કક્ષાએ રજુ કરવામાં આવેલ છે. મંજૂર થયેલ રોસ્ટર ના ૪૦% રેશિયો મુજબ કુલ-૯૬ અનુસૂચિત જન જાતિની જગ્યા ભરતી પ્રકિયાથી ભરાયેલ છે. હાલમાં જેની સામે નવી ભરતીથી અનુસૂચિત જન જાતિની ખાલી જગ્યા ભરતી પ્રક્રિયાથી ભરવાની રહેતી નથી જેથી નાગરિકો ગેરમાર્ગે ન દોરાવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડૉ.પાઉલ વસાવા દ્વારા અખબારી યાદી મુજબ જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.