
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
તાપી જિલ્લા જાહેરજનતા જોગ:
જવાહર નવોદય વિદ્યાલય બોરખડી ખાતે ધોરણ-૬ના પ્રવેશ માટેની તારીખ લંબાવાઇ:
આગામી 15મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે;
વ્યારા-તાપી: આથી તમામ પ્રવેશ ઈચ્છુક સંબંધિતોને જાણ કરવામાં આવે છે કે ધોરણ-૬ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા (વર્ષ 2023-24) માટે વહીવટીય કારણોસર ઓનલાઈન અરજી કરવાની તારીખ 15.02.2023 સુધી લંબાવવામાં આવેલ છે.
ઉમેદવાર www.navodaya.gov.in પર અને https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઈટ પરથી વિનામૂલ્યે અરજી કરી શકે છે.
વધુમાં ઓનલાઈન સુધારા માટેની વિન્ડો 16 અને 17 મી ફેબ્રુઆરીએ ખોલવામાં આવશે. નોંધાયેલ વિદ્યાર્થીઓના ડેટામાં ફક્ત જાતિ, (પુરુષ/સ્ત્રી), વર્ગ (સામાન્ય/ઓબીસી/એસ.સી./એસ.ટી.), ક્ષેત્ર (ગ્રામીણ/શહેરી), વિકલાંગતા અને પરીક્ષાના માધ્યમમાં જ સુધારો થઇ શકશે. એમ જવાહર નવોદય વિદ્યાલય બોરખડી, જિ. તાપીના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.