શિક્ષણ-કેરિયર

ઘોડા ગામમાં રૂપિયા ૩૨ લાખના ખર્ચે નવનિર્મિત “પ્રાથમિક શાળા ભવન” નું જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના હસ્તે ઉદઘાટન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લાના સોનગઢ ઘોડા ગામમાં રૂપિયા ૩૨ લાખના ખર્ચે નવનિર્મિત “પ્રાથમિક શાળા ભવન”નું જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના હસ્તે ઉદઘાટન કાર્યક્રમ યોજાયો;

નવસારી જેટકો દ્વારા C. S. R ફંડ અંતર્ગત રૂપિયા ૩૨ લાખના ખર્ચે નવનિર્મિત “પ્રાથમિક શાળા ભવન” ઘોડા ગામને અર્પણ કરવામાં આવી;

ઘોડા ગામના લોકોની સમસ્યાનો સુખદ ઉકેલ લાવતા જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદાર,

વ્યારા: તાજેતરમાં તાપી જિલ્લાના સોનગઢ ઘોડા ગામમાં નવનિર્મિત “પ્રાથમિક શાળા ભવન”નું જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના હસ્તે અને જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારની ઉપસ્થિતીમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું. નવસારી જેટકો દ્વારા C. S. R ફંડ અંતર્ગત રૂપિયા ૩૨ લાખના ખર્ચે નવનિર્મિત સોનગઢ ઘોડા ગામમાં “પ્રાથમિક શાળા ભવન”નું નિર્માણ કરવામાં આવ્યુ હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૨૦ કેવી વિરપોર સબ સ્ટેશનની લાઈનની કામગીરી દરમિયાન ઘોડા ગામના ખેડૂતો દ્વારા કોઇક ગેરસમજને કારણે ઉગ્ર વિરોધના પગલે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સફળ નેતૃત્વ હેઠળ ગામ લોકોને સબ સ્ટેશનની ઉપયોગીતા અંગે અવગત કરી લોકોની સમસ્યાનો સુખદ ઉકેલ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જેટકોનું ૨૨૦ કેવી વિરપોર સબસ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. જેટકો દ્વારા ઘોડા ગામ લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઇ તેઓની જરૂરીયાતને પ્રાધાન્ય આપી ગામ ખાતે “પ્રાથમિક શાળા ભવન” બનાવવામાં આવેલ છે. આ પ્રસંગે ઉપસ્થિત બાળકો તથા ગ્રામજનોએ ખુશી સાથે જિલ્લા વહીવટી તંત્ર અને જેટકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષક વર્ગ, જેટકો કંપનીના અધિકારી/કર્મચારીઓ સહિત ગ્રામજનો અને બાળકો સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है