શ્રોત: ગ્રામીણ ટુડે વેબ ટીમ.
દેશભર કે ગુજરાતમાં ચાઈના બોયકટ વચ્ચે આ મહીને ફક્ત અમદાવાદમાં જ અધધ કુલ ૬૫ કરોડ રૂપિયાનાં મોબાઈલ અને ટેબ્લેટ વેચાંયાનો દાવો?
ઓલ ઇન્ડિયા રીટેલ મોબાઇલ એસોસીએશન ગુજરાતનાં પ્રમુખ નિકુંજ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ શરુ થતાં મોબાઇલ વેચાણમાં ૨૦૦%નો વધારો! એક તરફ ચાઈનાનો માલસામાન ખરીદવા અને વેચાણ માટે વિરોધ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું અધધ વેચાણ! સામાન્ય માનવી માટે વિચારવા જોગ ઘટના: ફક્ત અમદાવાદનાં રિટેલ માર્કેટમાં દર રોજનાં સામાન્ય દિવસોમાં ૩થી૪% નાં દરે જેટલું વેચાણ હતું જે આજે અમદાવાદનાં રીટેલ માર્કેટમાં ૨૦૦%નો વેચાણ વધારો થયો છે, જેમાં ચાલુ મહીને ફક્ત અમદાવાદમાં જ અધધ કુલ ૬૫ કરોડ રૂપિયાનાં મોબાઈલ અને ટેબ્લેટ વેચાંયા નો નિકુંજ પટેલનો દાવો, સરકારનાં દાવા અને સોસિયલ મીડિયામાં ચાલતી વોર જોતાં લાગે છે હવે આપણે સ્વદેશી બનીને જ રહીશું અથવા લોકો આપણને સ્વદેશી બનાવીને છોડશે! પરંતુ બજારમાં વધી રહેલ મોબાઈલ રીટેલ વેચાણમાં ૨૦૦%નો વધારો ગુજરાત સરકારની જ દેન છે, ગુજરાત પ્રમુખ નિકુંજ પટેલે જણાવ્યું કે ઓનલાઈન શિક્ષણ પધ્ધતિ અમલમાં આવતાં હવે રોજનાં ૬૦થી૭૦ લાખનાં મોબાઈલ અને ટેબ્લેટ વેચાય છે. ફક્ત અમદાવાદમાં જ ૬૫ કરોડનાં મોબાઈલ વેચાયા છે, તો પછી આખા ગુજરાતમાં કેટલાં? ચાઈના બોર્ડર પર શહીદ થયેલાં દેશનાં જવાનો અને તેમનાં પરિવાર સાથે અમારી સંવેદનાઓ છે,પરંતુ ૨૦૦%નો વેચાણ વધારો પણ એક કડવું સત્ય છે! ગ્રામ્યકક્ષાએ ઈંટરનેટની સવલતો નથી અને લોક ડાઉનમાં રૂપિયાની તંગી વચ્ચે નવો મોબાઈલ કે ટેબ્લેટ? #chinaboycott