શિક્ષણ-કેરિયર

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં કિરીટભાઈ પટેલની પેનલ બિનહરીફ!

સતત ત્રીજી ટર્મ માટે પ્રમુખ તરીકે સેવા આપશે જે બદલ સમગ્ર જિલ્લાનાં શિક્ષકોમાં અને રાજ્ય સંઘમાં આનંદનો માહોલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરૂણેશભાઈ

ઉપપ્રમુખના હોદ્દા માટેનું ફોર્મ રદ થતા ઉપરોક્ત હોદ્દા માટે કીરીટભાઇ પટેલની પેનલના તમામ હોદ્દેદારો ચૂંટણી અધિકારી દ્વારા બિનહરીફ નોટિસ બોર્ડ ઉપર જાહેર!

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ તારીખ 30 – 6 -2019 ને મંગળવારના રોજ (1)પ્રમુખ 1(2)સિનિયર કાર્યવાહક પ્રમુખ 1 (3) કાર્યવાહક પ્રમુખ 1 (4) મહામંત્રી 1 (5) ઉપપ્રમુખ 4 (ચાર) (6)મહિલા ઉપપ્રમુખ અનામત 2 (બે ) (7)નાણામંત્રી 1 આમ કુલ 11હોદ્દા માટે 12 ફોર્મ લઈ જવામાં આવેલ હતા તેમાં ઉપપ્રમુખ માટે ચાર હોદ્દા પૈકી પાંચ ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં પ્રમુખ કિરીટભાઈ જે પટેલ (ઓલપાડ) સીનીયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ એસ પટેલ (બારડોલી) કાર્યવાહક પ્રમુખ પ્રફુલચંદ્ર ટી પટેલ( મહુવા), નાણામંત્રી દિનેશભાઈ ડી ભટ્ટ (ચોર્યાસી) મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી (માંડવી) મહિલા ઉપપ્રમુખ શ્રી રીનારોજલીન ક્રિસટિયન (કામરેજ ) મહિલા ઉપપ્રમુખ પુષ્પાબેન કે પંડ્યા (ચોર્યાસી ) ઉપપ્રમુખ ઇમરાનખાન એન પઠાણ (માંગરોળ) ઉપ પ્રમુખ બિપીનભાઈ જી વસાવા (ઉમરપાડા ) ઉપપ્રમુખ ચેતનભાઈ જે પ્રજાપતિ (પલસાણા) ઉપપ્રમુખ દિનેશચંદ્ર એસ સોલંકી (કામરેજ) ઉપપ્રમુખ અરુણકુમાર પટેલ (પલસાણા) ના દરેકના ફોર્મની બાબતોની ચકાસણી તારીખ 3 -7 -2020 ના ચૂંટણી અધિકારી દ્વારા બાલદા મુકામે કરવામાં આવતા ઉપપ્રમુખના હોદ્દા માટેનું અરુણકુમાર બી પટેલ (પલસાણા )નુ ફોર્મ રદ થતા ઉપરોક્ત હોદ્દા માટે કીરીટભાઇ પટેલની પેનલના તમામ હોદ્દેદારો ચૂંટણી અધિકારી દ્વારા બિનહરીફ નોટિસ બોર્ડ ઉપર જાહેર કરવામાં આવેલ હતા એમ ચૂંટણી અધિકારીએ જણાવેલ છે તેમજ આ પેનલ બિન હરીફ થાઈ તે માટે કન્વીનર તરીકે અનિલ ભાઈ ચૌધરીએ ભારે જેહમત ઉઠાવેલ હતી અત્રે એ નોંધવું જરૂરી છે કે કિરીટભાઈ પટેલ સતત ત્રીજી વખતે વિજેતા બની સેવા આપશે  જે બદલ સમગ્ર જિલ્લાના શિક્ષકોમાં અને રાજ્યમાં આનંદનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है