શિક્ષણ-કેરિયર

સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ દ્વારા મહામુહીમ રાજ્યપાલને આવેદનપત્ર!

અલગ થી તાપી જીલ્લાસંઘની માંગણી સહિત અનેક માંગણીઓ સાથે ડોલવણ તાલુકા મામલતદારને સોપ્યું આવેદન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રેસનોટ

તાપી, ડોલવણ  ખાતે આજે સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ તાપી, દ્વારા મહામુહીમ રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ડોલવણ તાલુકા મથકે મામલતદારશ્રીને મારફત મોકલવામાં આવ્યું આવેદનપત્ર: સુમુલનો વિવાદ યથાવત છે તે વચ્ચે સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ તાપી  દ્વારા અલગ થી તાપી જીલ્લાસંઘની માંગણી સહિત અનેક માંગણીઓ સાથે ડોલવણ તાલુકા મામલતદારને સોપ્યું આવેદન:

  • વર્તમાન સમયના સુમુલના ચેરમેન રાજુ પાઠકનાં રાજીનામાંની માંગ સાથે અલગથી તાપી જીલ્લાનાં સભાસદોને સંઘની રચના કરી આપવા અથવા કરવાં બાબતે
  • સુમુલનાં ચેરમેન ની ચુંટણી પ્રક્રિયામાં ફેરફાર કરવાં બાબત,
  • આદિવાસી સભાસદોની ૮૦%થી વધુ સંખ્યા હોય ઉપરાંત અનુસૂચી વિસ્તારમાં સંસ્થા હોય ચેરમેનની અનામત સીટની માંગ,
  • સુમુલના કાર્ય વિસ્તારની બહાર ચેરમેન દ્વારા અન્યોને આપાયેલ લોન  ગેરવહીવટ ને સમર્થન આપે છે,
  • સભાસદોને સુમુલ દાણ  નહિ નફો નહિ નુકશાનનાં ભાવે આપવા માંગ,
  • સભાસદોને દુધનો યોગ્ય ભાવ આપવામાં આવે તેવી અનેક  માંગો સહીત તાપી જીલ્લાનાં ડોલવણ  ખાતે આજે સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ તાપી, દ્વારા મહામુહીમ રાજ્યપાલને સંબોધીને મામલતદારશ્રી ડોલવણને  આવેદનપત્ર આપવામાં આવ્યું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है