શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રેસનોટ
તાપી, ડોલવણ ખાતે આજે સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ તાપી, દ્વારા મહામુહીમ રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું.
ડોલવણ તાલુકા મથકે મામલતદારશ્રીને મારફત મોકલવામાં આવ્યું આવેદનપત્ર: સુમુલનો વિવાદ યથાવત છે તે વચ્ચે સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ તાપી દ્વારા અલગ થી તાપી જીલ્લાસંઘની માંગણી સહિત અનેક માંગણીઓ સાથે ડોલવણ તાલુકા મામલતદારને સોપ્યું આવેદન:
- વર્તમાન સમયના સુમુલના ચેરમેન રાજુ પાઠકનાં રાજીનામાંની માંગ સાથે અલગથી તાપી જીલ્લાનાં સભાસદોને સંઘની રચના કરી આપવા અથવા કરવાં બાબતે
- સુમુલનાં ચેરમેન ની ચુંટણી પ્રક્રિયામાં ફેરફાર કરવાં બાબત,
- આદિવાસી સભાસદોની ૮૦%થી વધુ સંખ્યા હોય ઉપરાંત અનુસૂચી વિસ્તારમાં સંસ્થા હોય ચેરમેનની અનામત સીટની માંગ,
- સુમુલના કાર્ય વિસ્તારની બહાર ચેરમેન દ્વારા અન્યોને આપાયેલ લોન ગેરવહીવટ ને સમર્થન આપે છે,
- સભાસદોને સુમુલ દાણ નહિ નફો નહિ નુકશાનનાં ભાવે આપવા માંગ,
- સભાસદોને દુધનો યોગ્ય ભાવ આપવામાં આવે તેવી અનેક માંગો સહીત તાપી જીલ્લાનાં ડોલવણ ખાતે આજે સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ તાપી, દ્વારા મહામુહીમ રાજ્યપાલને સંબોધીને મામલતદારશ્રી ડોલવણને આવેદનપત્ર આપવામાં આવ્યું.