શિક્ષણ-કેરિયર

માંગરોળના મોસાલી ગામે જાહેરમાં રમાતા જુગાર! પોલીસની રેડ: ત્રણની અટક,એક વોન્ટેડ!

મોસાલી ગામે લીમડી ફળિયામાં,ગૌચરની ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહયો છે એવી બાતમી માંગરોળ પોલીસ મથકમાં ફરજ બજાવતાં પ્રફુલભાઈને મળતાં પોલીસ મથકની ટીમ બાતમીવાળી જગ્યાએ રવાના થઈ હતી.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નઝીર પાંડોર.

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાના મોસાલી ગામે જાહેરમાં રમાતા જુગાર ધામ પર માંગરોળ પોલીસની રેડ : ત્રણની અટક,એક વોન્ટેડ જાહેર.

માંગરોળ તાલુકાનાં મોસાલી ગામેનાં લીમડી ફળિયામાં ,ગૌચરની ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાઈ રહયો છે એવી બાતમી માંગરોળ પોલીસ મથકમાં ફરજ બજાવતાં પ્રફુલભાઈ સાકરભાઈને મળતાં માંગરોળ પોલીસ મથકની ટીમ બાતમીવાળી જગ્યાએ રવાના થઈ હતી.

પોલીસ બાતમીવાળી જગ્યાએ પોહચતાં અને  જુગાર રમતા માણસોને દોડીને પકડવા જતાં તેમાંથી કેટલાંક ઈસમો ભાગવા લાગ્યા હતા, જેથી પોલીસ ટીમે કોર્ડન કરી રોકી લઈ જે તે સ્થિતિમાં બેસવા જણાવી, જુગાર રમનારા ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા. જેમનાં નામઠામ પૂછતાં ભરત બીજલ વસાવા,રહે.મંદિર ફળિયું, મોસાલી, નિઝામુદીન સીરાજુદીન શેખ,રહે. નવી નગરી ફળિયું, મોસાલી, નાસીર બસીર શેખ, રહે.નવીનગરી, મોસાલીનો સમાવેશ થાય છે,સ્થળ ઉપરથી તથા અંગઝડતી ૨૨૦૦ રૂપિયા રોકડા અને મોબાઈલ નગ બે જેની કિંમત ૧૦૦૦ રૂપિયા, જુગાર દાવ ઉપરના ૫૨૦ રૂપિયા મળી કુલ ૩૭૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત ત્રણ શખ્સો ની અટક કરી છે, જ્યારે નાસી છૂટનાર ઝુંબેર નાસીરભાઈ પઠાણ, રહે. નવીનગરી ,મોસલીને વોન્ટેડ જાહેર કરી, કાયદેસરની એફ.આઈ. આર. દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है