પર્યાવરણ

વિદ્યાકિરણ હાઇસ્કૂલ ઉનાઈ ખાતે તાલુકા ક્ક્ષાનો ૭૨મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો:

શ્રોત:ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

સામાજીક વનીકરણ વિભાગ વાંસદા રેંજ દ્રારા ૭૨ મો વનમહોત્સવ કાર્યક્રમનું આયોજન વિદ્યાકિરણ હાઇસ્કૂલ ઉનાઈ ખાતે કરાયું હતું.

ગુજરાતના જાણીતા શિક્ષણવિદ,ફિલોસોફર અને ઇતિહાસકાર અને ભારતના ક્રૂષિ મંત્રી શ્રી કનૈયાલાલ મુનશીએ વ્રુક્ષો અને વનોનું પર્યાવરણની જાળવણીમાં મહત્વ સમજી લગભગ ૬ દાયકા પહેલા (૧૯૫૦-૫૧) વન અને વ્રુક્ષોની જાળવણી અને રક્ષણ માટે લોકજાગ્રુતિ અને લોક સહકાર મેળવવા માટે વનમહોત્સવની ઉજવણી શરૂ કરવામાં આવેલ છે. જે મુજબ આ વર્ષે વાંસદા તાલુકા ખાતે તાલુકા કક્ષાનો૭૨મા વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાગીત, તથા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી તથા અતિથી વિશેષશ્રીઓનું સ્વાગત ચંદનનાં છોડ આપી કરવામાં આવ્યું.

અર્જુનભાઇ પટેલ (બીટગાર્ડ) તરફથી વ્રુક્ષ ખેતી ( એગ્રો ફોરેસ્ટ) ને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું. જેના થકી વનવિભાગની મદદથી ખેડૂતોને વ્રુક્ષ ખેતી માટે નાણાંકીય સહાય આપવામાં આવે છે. તથા તેઓ તરફથી વિકેન્દ્રીત પ્રજા નર્સરી, ફાર્મ ફોરેસ્ટી (વ્રુક્ષ ખેતી) ખાતાકીય નર્સરી હેઠળ રોપા વિતરણ, મૂલ્યરોપા વિતરણ વગેરે અંગેની માહિતી આપી  હતી.

વિધ્યાકિરણ હાઇસ્કૂલનાં શિક્ષક દિનેશભાઇ રાઠોડે સ્થાનીક ધારાસભ્ય અનંતભાઇ પટેલ વિશે પરિચય આપ્યો.

વનમહોત્સવ એટલે વ્રુક્ષોનો તહેવાર. વ્રુક્ષારોપણ અને વનના જતન થકી શુધ્ધ વાતાવરણ માટે વધુમાં વધુ વ્રુક્ષરોપણ કરવું જોઇએ. વનથી આપની ધરતી હરીયાળી અને લીલીછમ દેખાય છે. વન એ પ્રુથ્વી પરનું સંતુલન જાળવે છે. તથા વરસાદ લાવવામાં મદદરૂપ થઇ જમીનનું ધોવાણ અટકાવે છે. આજે દુનિયા શહેરીકરણ તરફ વધી રહેતી હોઇ વ્રુક્ષોનો નાશ થતો હોય ધરતીની સમતુલા જાળવવા માટે વધુમાં વધુ વ્રુક્ષો વાવી તેનું જતન કરવું જોઇએ. ગુજરાત સરકારે અત્યારે ૨૧ વનો બનાવ્યા છે. જેનો પ્રવાસન સાથે જોડવામાં આવ્યા છે. જેના થકી સ્થાનીક લોકોને રોજગારી મળી રહી છે. વ્રુક્ષો દ્રારા વધુ ઓક્સિજન બનતો હોય તેનું વધુમાં વધુ જતન કરવું જોઇએ….(સુમિત્રાબેન પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ)

૭૨ માં વનમહોત્સવ પૈકી તમામ ૭૨ વન મહોત્સવમાં હાજર રહ્યો જે મારું સોભાગ્ય છે. એમ વનપંડિત, પુરસ્ક્રુત શ્રી અનુપસિંહભાઇ સોલંકીએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું કે ભારતએ રૂષીમુનીઓનો દેશ છે, જેની જૈવિક સંસ્ક્રુત જાળવી રાખવા માટે આપણે તત્પર રહેવું જોઇએ….અનુપસિંહજી સોલંકી ( વનપંડિત, પુરસ્ક્રુત)

વનમહોત્સવમાં તાલુકા કક્ષાના કોઇ પણ સરકારી અધિકારી હાજર રહ્યા ન હોય એ કેટલું યોગ્ય કહેવાય ! વનમહોત્સવમાં વ્રુક્ષોનાં જતનની વાત હોઇ અને આ રાજકીયા મુદ્દો ન હોઇ આને ધ્યાનમાં રાખી આ ઘટનાં અયોગ્ય કહેવાય છે. વ્રુક્ષો દ્રારા જ મનુષ્ય ઓક્સિજન થકી જીવે છે.અને વ્રુક્ષો દ્રારા જ મ્રુત્યુ પામ્યા પછી વ્રુક્ષોનાં લાકડા દ્રારા અંતિમ સંસ્કાર કરી મનુષ્ય પંચમહાભુતોમાં વિલીન થાઇ છે. (અનંત પટેલ ઘારાસભ્ય)

સહ્યાદ્રીની ગિરિમાળાઓ અને તેના જંગલોને લીલુછમ રાખવા માટે સામાજીક વનીકરણ વિભાગ વાંસદા રેંજ કટિબધ્ધ છે.

(ચંદ્રિકાબેન પટેલ રેંજ ફોરેસ્ટ ઓફિસર, સામાજીક વનીકરણ વિભાગ, વાંસદા)

કાર્યક્રમનાં અંતમાં વિધ્યાકિરણ સ્કૂલના સંકુલમાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તથા વ્રુક્ષરથને લીલી ઝંડી આપી ગામડે ગામડે વ્રુક્ષારોપણ કરવા મોકલવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ઘારાસભ્ય અનંતભાઇ પટેલ, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ સુમિત્રાબેન પટેલ, વાંસદા તાલુકા કારોબારી અઘ્યક્ષ, રસીકભાઇ ટાંક, શાસકપક્ષનાં નેતા શિવેન્દ્ર્સિંહ સોલંકી, રવુભાઇ પાનવાલા, વનપંડિત અનુપસિંહજી સોલંકી,ઉનાઇ ગામનાં સરપંચ જ્યોતીબેન પટેલ,ચંદ્રિકાબેન પટેલ રેંજ ફોરેસ્ટ ઓફિસર સામાજીક સામાજીક વનીકરણ વિભાગ વાંસદા તથા વાંસદા તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખનાં સભ્યો, વિધ્યાકિરણ હાઇસ્કૂલનાં પ્રિન્સિપાલ, શિક્ષકો તથા વિધ્યાર્થી ભાઇ બહેનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है