શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર: જયસિંગ વસાવા
વન વિભાગ વ્યારા દ્વારા ડોલવણ તાલુકા પોલીસની મદદથી બિનકાયદેસર રીતે જંગલમાંથી કપાયેલ વાંસના વહન કરતો ટેમ્પો ઝડપ્યો:
વન વિભાગ વધુ તપાસ હાથ ધરે તો આંતર રાજ્ય કૌભાંડ બહાર આવે તેવી આશંકા..
આંતર રાજ્યમા વાંસ વાહતુંક કરવાં ની પરમિશનની સત્તા કયા વિભાગ દ્વારા અપાય છે ?
આજદિન સુધી ખરીદેલ કરેલ અને વેચેલો દરેક વાંસ ની નોંધ ક્યાં થાય છે?
બિલ્ટી વગર ચાલતું આંતર રાજ્ય ટેક્ષ ચોરી કૌભાંડ બહાર આવે તો નવાઈ નહિ..!!
સોનગઢ: તાપી જિલ્લામાં વન વિભાગ વ્યારાને જંગલમાંથી બિનકાયદેસર રીતે કપાયેલ વાંસનું વાહતુક ટેમ્પો સરકુઇ થી સંગમનેર મહારાષ્ટ્ર ટેમ્પા નંબર MH-15-HH-5099 દ્વારા વાંસ લઇ જવા અંગે માહિતી મળી હતી. જેના આધારે આ વાહનને વ્યારા વન વિભાગ દ્વારા ડોલવણ તાલુકાના પોલીસ સ્ટાફની મદદથી બેડચીત ચાર રસ્તા પાસેથી અટક કરી વ્યારા વન વિભાગની વ્યારા રેંજના બાલપુર રાઉન્ડના સ્ટાફ દ્વારા આ ટેમ્પો અટક કરી ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુના અંગે વધુ તપાસ હેઠળ પકડાયેલ મુદ્દામાલ વાંસ ક્યા સ્થળેથી લીધા છે? અને કેવી રીતે લીધા છે? તે અંગે ની વધુ આગળની તપાસ હાથ ધરેલ છે એમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વ્યારાની અખબારી યાદીમાં જણાવાયું છે.