શિક્ષણ-કેરિયર

તાપી જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લામાં ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ: 

પ્રથમ દિને ધો-૧૦ માં કુલ-૭૯૭૬ પરીક્ષાર્થી હાજર, ૩૩૧ ગેરહાજર: ધો-૧૨માં પરીક્ષાર્થી કુલ- ૧૮૯૮ હાજર, ૪૫ ગેરહાજર:

તાપી, વ્યારા: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦-૧૨ની સામાન્ય/વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓને પ્રારંભ તાપી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં થયો છે. ત્યારે આજે પ્રથમ દિને ધો-૧૦માં ગુજરાતી/અંગ્રેજી/મરાઠી વિષયની પરીક્ષામાં કુલ-૮૩૦૭ વિદ્યાર્થીઓમાંથી ૭૯૭૬ પરીક્ષાર્થીઓ હાજર અને ૩૩૧ ગેરહાજર રહ્યા હતા.
બપોરથી શરૂ થયેલ ધો-૧૨ની પરીક્ષાઓમાં સામાન્ય પ્રવાહમાં નામાના મુળતત્વો, અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષામાં કુલ-૧૯૪૩ વિદ્યાર્થીઓ માંથી ૧૮૯૮ પરીક્ષાર્થીઓ હાજર અને ૪૫ ગેરહાજર રહ્યા હતા.

અત્રે નોંધનિય છે કે, તાપી જિલ્લામાં ૨૪ પરીક્ષા કેન્દ્રો ઉપર એસ.એસ.સી.ના ૧૦,૬૬૮, એચ.એસ.સી. સામાન્‍ય પ્રવાહના ૩૯૬૫ અને એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહના ૧૩૬૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૫,૯૯૫ પરીક્ષાર્થીઓ છે.
આ જાહેર પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં રાજ્યકક્ષાનો ફ્રી હેલ્પલાઇન નંબર-૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ તા.૧૨/૦૪/૨૦૨૨, સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૩૦ કલાક સુધી તેમજ તાપી જિલ્લા કક્ષાના કાઉન્સેલિંગ (પરીક્ષાર્થીઓ/વાલીઓ/શાળાઓને જરૂરી માર્ગદર્શન આપવા માટે) સંપર્ક નંબર (૦૨૬૨૬) ૨૨૧૬૨૪, તા.૧૨/૦૪/૨૦૨૨, સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૧૦ કલાક સુધી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે કાર્યરત છે. એમ, જિલ્લા શિક્ષણાધિકારી, તાપીની અખબારી યાદીમા જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है