શિક્ષણ-કેરિયર

તાપી જિલ્લાના યુવાનો માટે સુરક્ષા ક્ષેત્રે નોકરી મેળવવાની સુવર્ણ તક:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લાના યુવાનો માટે સુરક્ષા ક્ષેત્રે નોકરી મેળવવાની સુવર્ણ તક:
આજથી આગામી 19 ફેબ્રુઆરી સુધી સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર માટે ભરતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું. 

 વ્યારા-તાપી: ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજેન્સ સર્વિસ ઇન્ડિયા લિ.ના સહયોગથી તાપી જિલ્લાના યુવાનો માટે સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાયઝર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. સિક્યોરિટી સ્કીલ કાઉન્સિલ ઇન્ડિયા લિમીડેટ- માણસા ગાંધીનગર દ્વારા આયોજિત આ કેમ્પમાં જિલ્લાના યુવાનોને સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર તરીકે નોકરી માટે ઉત્સુક યુવાનો તા.14/02/2022 આર.જી.પટેલ વિદ્યાલય નિઝર, તા.15/02/2022 સાર્વજનિક હાઈસ્કુલ ઉચ્છલ, તા.16/02/2022 સરસ્વતી વિદ્યાલય કુકરમુંડા, તા.17/02/2022 સાર્વજનિક હાઈસ્કુલ સોનગઢ, તા.18/02/2022 સ.ગો. હાઈસ્કુલ વાલોડ, તા.19/02/2022 જે.બી. એન્ડ એસ.એ. સાર્વ. હાઈસ્કુલ વ્યારા ખાતે સમય સવારે ૧૦ થી સાંજે ૦૪ કલાક સુધી ભરતી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોવિડ-૧૯ની પરિસ્થિતીને ધ્યાને રાખી સરકારશ્રીની ગાઇડલાઇનના પાલન સાથે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વધુમાં ભરતી પાત્રતા મુજબ ૨૧ થી ૩૬ વર્ષના યુવાનો, અભ્યાસ-ધોરણ-૧૦ પાસ/નાપાસ સુધીનો માન્ય ગણાશે. નોકરી વાંચ્છુક ઉમેદવારોએ તમામ ડોક્યુમેન્ટની નકલ અને બે પાસપોર્ટ સાઈઝના ફોટા, આધારકાર્ડ સાથે હાજર રહેવું. વધુ માહિતી માટે મૃત્યુંજય કુમાર ફોન.9708847172 એસ.એસ.સી.આઇ.રીજનલ ટ્રીનિંગ સેન્ટર માણસાનો સંપર્ક કરવા જિલ્લા શિક્ષણાધિકારી તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है