
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલીનકુમાર
સુરત જિલ્લાનાં માંડવી તાલુકાના ગામતળાવ ખુર્દ ગામ ખાતે જ્ઞાનદીપ હાઈસ્કુલનો રાષ્ટ્રીય સેવા યોજનાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો.
સુરત: માંડવી તાલુકાના ગામતળાવ ખુર્દ ગામની જ્ઞાનદીપ હાઈસ્કુલ દ્વારા માંડવીના સઠવાવ સ્થિત કોયલા બાબા સંકુલ સ્વરાજ આશ્રમ ખાતે ‘રાષ્ટ્રીય સેવા યોજના’નો ખાસ કેમ્પ યોજાયો હતો. શાળાના આચાર્યશ્રી ગિરિશકુમાર કે.ચૌધરી તેમજ પ્રોગ્રામ ઓફિસર જનકકુમાર જે. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં વિદ્યાર્થીઓ દ્વારા શ્રમકાર્ય સાથે સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ જાગૃત્તિ, ગ્રાહક સુરક્ષા, જળનું મહત્વ, સુટેવો વિકસાવવી, વ્યસન મુક્તિ, સ્ત્રી સશક્તિકરણ, કાયદા અંગેની જાગૃત્તિ, ખેતી વિષયક સમજણ સહિતના જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતાં. સાથોસાથ બૌધિક સત્રનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે માંડવી તાલુકા ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખશ્રી મગનભાઈ ડી. ચૌધરી, ટ્રસ્ટીશ્રી દનશીભાઈ ચૌધરી, પી.એચ.ડી.ના વિદ્યાર્થિની કૃતિબેન ચૌધરી, સામાજિક કાર્યકરો ઉત્પલભાઈ મોહનભાઈ ચૌધરી, જિમ્મીભાઈ પટેલ, રેણુકાબેન કાસ્ટા, અશોકભાઈ ચૌધરી, વાલજીભાઈ ચૌધરી ઓક્ષફર્ડ યુનિવર્સિટી, લંડનના સંશોધનકર્તા આસ્થાબેન પ્રસાદ, શિક્ષિકા શિતલબેન વસાવા, નિવૃત એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર સુમજીભાઈ ચૌધરી, સઠવાવ પ્રાથમિક શાળાના આચાર્ય તુલસીભાઇ ચૌધરી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે બી.એ.ના તાલીમાર્થીઓ મનાલીબેન, પ્રતિકાબેન અને પ્રિતિબેન પણ જોડાયા હતા.