શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ઉમરપાડા, રઘુવીર વસાવા
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સામરપાડા ગામના બસ સ્ટેશન પર બે બાઈક ચાલકો વચચે થયેલ અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માત ની ઘટના માં ગોવિંદભાઈ રામજીભાઈ વસાવા (રહે. ગામ .કાટનવાડી )(ગાડી નંબર.GJ.5.F. B.2728) જેમાં એમની પાછળ બેઠેલ એમના પત્ની ને સામાન્ય ઇજાઓ થવા પામી હતી. જયારે હસમુખભાઈ ગંભીરભાઈ વસાવા (રહે.ટુડી કદવાલી.) (ગાડી નંબર GJ.16.C.C.3455) કે જેઓ કામ કાજ નાં અર્થે પાટીંખેડા ગયા હતા.અને તયાંથી પરત થઈ રહયા હતા, તેવામાં કાટનવાડીથી સામરપાડા જઇ રહેલ ગોવિંદભાઈ રામજીભાઈની ગાડી સાથે અકસમાત થયો હતો, જેમાં ટુડી કદવાલી પરત ફરી રહેલ હસમુખભાઈ ગંભીરભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ ખાતે ખસેડવામાં આવેલ હતા.