![](https://gramintoday.com/wp-content/uploads/2021/02/Ayodhya-Dhannipur-Masjid-780x430.jpg)
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચ સમક્ષ થયેલી અરજી કોર્ટની રજિસ્ટ્રીમાં દાખલ કરાઈ કે ધન્નીપુર ગામમાં નિર્માણ થતી ભવ્ય મસ્જિદનાં બાંધકામ પહેલાં જ લાગ્યું ગ્રહણ?
એસ.એમ.અખ્તરે માહિતી આપી હતી કે મસ્જિદ 3500 ચોરસ મીટરમાં બનાવવામાં આવશે. અહીં બે હજાર લોકો એક સાથે નમાઝ પઢી શકશે. મસ્જિદ બે માળની હશે, જેમાં મહિલાઓ માટે એક અલગ વ્યવસ્થા હશે. આ બિલ્ડિંગ ઇકો ફ્રેન્ડલી હશે અને સોલાર એનર્જીનો ઉપયોગ કરાશે. અહી 200 બેડની વ્યવસ્થા વાળી હોસ્પિટલને 24150 ચોરસ મીટરમાં બનાવવામાં આવશે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ આ જમીન પર બનનાર હોસ્પિટલ ચાર માળની હશે.
અયોધ્યાના ધન્નીપુર ગામમાં મસ્જિદ બનાવવા માટે ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને ફાળવવામાં આવેલી કુલ 29 એકરની જમીનમાંથી પાંચ એકર પર બે બહેનોએ માલિકી હકનો દાવો કર્યો છે. આ સાથે તેમણે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં એક અરજી દાખલ કરી છે. અરજી કોર્ટની રજિસ્ટ્રીમાં દાખલ કરાઈ છે. તેના પર 8મી ફેબુ્રઆરીએ સુનાવણી થઈ શકે છે. રામ જન્મભૂમી- બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદાને અનુરૃપ અયોધ્યામાં મસ્જિદ માટે આ જમીન ફાળવવામાં આવી છે.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચ સમક્ષ થયેલી અરજીમાં રાની કપૂર ઊર્ફે રાની બાલુજા અને રમા રાની પંજાબીએ કહ્યું કે, તેમના પિતા જ્ઞાનચંદ્ર પંજાબી દેશના વિભાજન સમયે 1947માં પંજાબના પાકિસ્તાનમાં ગયેલા વિસ્તારમાંથી ભારત આવ્યા હતા, અને ફૈઝાબાદ (હવે અયોધ્યા) જિલ્લામાં સ્થાયી થયા હતા. અરજદારોએ દાવો કર્યો છે કે પાંચ વર્ષ માટે નઝુલા વિભાગ દ્વારા ધન્નિપુર ગામમાં તેમના પિતાને 29 એકર જમીન ફાળવવામાં આવી હતી. જોકે, લાંબા સમય સુધી આ જમીન તેમના કબજામાં હતી. પાછળથી તેમનું નામ મહેસૂલ ખાતાના જમીન રેકોર્ડ્સમાં પણ ઉમેરવામાં આવ્યું હતું.
જોકે, પાછળ થી તેમના પિતાનું નામ રેકોર્ડ્સમાંથી કાઢી નંખાયું હતું. તેની સામે તેમના પિતાએ અયોધ્યાના અધિક કમિશનર સમક્ષ અરજી પણ કરી હતી, આખરે તેમની તરફેણમાં નિર્ણય આવ્યો હતો. અરજદારોએ વધુમાં દાવો કર્યો છે કે કોન્સોલિડેશન પ્રક્રિયા દરમિયાન ફરીથી તેમના પિતાનું નામ રેકોર્ડ્સમાંથી દૂર કરાયું હતું.
કોન્સોલિડેશન અધિકારીના આ નિર્ણય સામે અયોધ્યાના સદરમાં કોન્સોલિડેશન સેટલમેન્ટ અધિકારી સમક્ષ અરજી કરાઈ હતી, પરંતુ તેમને સાંભળ્યા વિના જ ઓથોરિટીએ તેમની કુલ 28 એકર જમીનમાંથી પાંચ એકર જમીન વક્ફ બોર્ડને મસ્જિદના બાંધકામ માટે ફાળવણી કરી દીધી છે. અરજદારોએ સેટલમેન્ટ અધિકારી સમક્ષ તેમના આ વિવાદનો અંત ન આવે ત્યાં સુધી સુન્ની વક્ફ બોર્ડને જમીનની તબદિલી અટકાવવા માગણી કરી છે.
શ્રીરામ જન્મભૂમી-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં નવેમ્બર ૭, ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકારે મસ્જિદના બાંધકામ માટે ધન્નિપુર ગામમાં સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીનની ફાળવણી કરી આપી હતી.
ફાઉન્ડેશનના પ્રવક્તા અતહર હુસેને ગત દિવસોમાં જણાવ્યું હતું કે નકશો પસાર થયા બાદ મસ્જિદનું નિર્માણ શરૂ થશે. જો મંજૂરી આપવામાં આવે છે તો 26 જાન્યુઆરીથી બાંધકામની શરૂઆત થશે. જો 26 જાન્યુઆરીથી કામ શરૂ થતું નથી તો 15 ઓગસ્ટની તારીખનો વિકલ્પ રાખવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે વર્ષમાં આખો પ્રોજેક્ટ તૈયાર થઈ જશે. મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે માટીનું પરીક્ષણ સ્થળ પર પહેલા કરવામાં આવશે, ત્યારબાદ મસ્જિદનો નકશો પાસ કરાશે. આ પ્રક્રિયા બાદ જ બાંધકામ શરૂ થશે. મસ્જિદ, હોસ્પિટલ, મ્યુઝિયમનો પાયો એક સાથે નંખાશે.