
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર
પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સેવા શરૂ થતાં ખુશીની લાગણી છવાઈ!
ર વર્ષ પછી મધ્યાહન ભોજન શરૂ થતા પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે બાળકો ને શ્રીખંડ પુરી ખમણ ખવડાવી;
છેલ્લા ૨ વર્ષની કોવિડ 19 ના કારણે પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન બંધ હતું, ગુજરાત રાજ્ય સરકારના આદેશ થી આજ રોજ તા 31,માર્ચ 2022 થી રાજ્યની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન શરૂ થતા પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે શાળાના મધ્યાહન ભોજનમાં શરૂ થવાની ખુશીમાં શાળાના આચાર્ય શ્રી કાળીદાસ રોહિત દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. અને બાળકો માટે શ્રીખંડ, પુરી, ખમણ પાપડ, ખીચડી, શાક બનાવવામાં આવ્યું હતું. અને બાળકોને પીરસવામાં આવ્યું હતું.
આ આ પ્રસંગે વાલીયા તાલુકાના મામલતદાર શ્રીમતી સ્નેહાબેન એન.સવાણી, મધ્યાહન ભોજન માંથી પંકજભાઈ ચૌધરી, અમીષાબેન વસાવા હાજર રહી ભોજન ચકાસણી કરી હતી, અને ભોજન લઈ બાળકો અને શાળા પરિવાર ને શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળાના આચાર્ય શ્રી કાળીદાસ રોહિતે જણાવ્યું હતું કે આજ રોજનું ભોજન વ્યવસ્થામાં ગામના સરપંચ શ્રીમતી કમળાબેન તરફથી શ્રીખંડ અને શાળાના મુખ્ય શિક્ષક તરફથી ખમણ, શાક અને પુરી ની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ નિલેશભાઈ વસાવા હાજર રહી મામલતદારશ્રી નું સન્માન કરી સાથ સહકાર આપ્યો હતો.