શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
વ્યારા સુગર ફેકટરી માં વારંવાર કૌભાંડ કરતા શેરડી ચોરોની પેટર્ન પકડાઈ હવે ચોર પકડાશે.?
વ્યારા સુગર બચાવો ની લડાઈ બની વધુ તેજ… ખેડૂતો હવે લડી લેવાના મૂડ માં..!!!
વ્યારા સુગર ફેકટરીની છેલ્લા ૧૫ વર્ષ ના અહેવાલો તથા ઓડિટ ની રાજ્યપાલની અધ્યક્ષતામાં SIT ની રચના કરી રિટાયર્ડ IAS તેમજ IPS ની નિમણુંક કરી તપાસ કરાવવામાં આવે જેથી ચોર પકડાશે અને સરકાર આદિવાસીઓની સુગર ફેકટરી મજબૂત કરવા આપતી સહાયથી ખરેખર ફેક્ટરી મજબૂત કરી શકાય અને ચોરો પાસે થી નાણાં વસૂલ કરી ખેડૂતોની શેરડીના નાણાં તેમને પરત કરી શકાય.
વ્યારા સુગર ફેકટરીમાં શેરડી ચોરી ની પેટર્ન પકડાઈ હવે તપાસ થાય તો જુના નવા બધા કૌભાંડના ચોરો જેલ ભેગા થશે.
આદિવાસી સમાજમાં સારું વહીવટ કરી શકે તેવા આદિવાસીઓ યુવાનો જે ફેક્ટરીમાં સભાસદ હોય તેવા આદિવાસીઓ સાથે વિશ્વાસ ઘાત , છેતરપિંડી , ગદ્દારી ના કરે તેમને વ્યારા સુગર ફેકટરી નો વહીવટ સોંપવામાં આવે. : રોમેલ સુતરિયા
શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી.ખુશાલપુરા વ્યારા માં ૩૧,૦૦૦ ટન શેરડી વેચનાર આદિવાસી ખેડૂત સભાસદોને તેમના નાણાં ના ચુકવી છેતરપિંડી , વિશ્વાસઘાત , આર્થિક નુક્સાની પહોંચાડવામાં આવ્યું છે જે મામલે તાપી જીલ્લાના સ્થાનિક આગેવાનો અને ભુતકાળમાં પણ આદિવાસી ખેડૂતો માટે ચળવળ કરનાર રોમેલ સુતરિયા દ્વારા સમગ્ર બાબતે ભુતકાળમાં ૯૩,૦૦૦ ટન શેરડીનું કૌભાંડ તથા વર્તમાન માં વ્યારા સુગર ફેકટરી ની સ્થિતિ તેમજ જેમાં આદિવાસી ખેડૂતો દ્વારા ૩૧,૦૦૦ ટન શેરડી આપવા છતા ખેડૂતો ને તેમના નાણાં કેમ મળેલ નથી તેની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે વર્તમાન માં ૧૧,૦૦૦ ટન શેરડીમાં થી વ્યારા સુગર ફેકટરી ને અંદાજે ૧૦૦ ટન શેરડી ઊપર ૧૨૦ કિલો જેટલી ખાંડનું ઉત્પાદન થવું જોઈતું હતું તેની જગ્યાએ માત્ર ૧૨ કિલો ખાંડનું ઉત્પાદન પ્રતિ ૧૦૦ ટન શેરડી એ થયેલ છે.૨૦,૦૦૦ ટન શેરડી વલસાડ , કાંઠા , સલથાણ , મહુવા , દાદરિયા એમ કુલ પાંચ સુગર ફેકટરીમાં શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી દ્વારા આપવામાં આવી હતી. બાકીની ૧૧,૦૦૦ ટન શેરડીનું પીલાણ વ્યારા સુગર ફેકટરી ખાતે કરવામાં આવ્યું હોવાનું મેનેજર શ્રી દ્વારા આગેવાનો ને જણાવવામાં આવ્યું છે.
સહકારી માળખાએ સભાસદો ને તેમજ જીલ્લા રજીસ્ટ્રાર સમક્ષ વાર્ષિક અહેવાલ રજૂ કરવાનો થાય છે જે બહાર આવતા કૌભાંડ કરનારા ચોરો પકડાય જવાની બીકે શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. ના સામાન્ય સભાસદ પણ ના હોય તેવા કસ્ટોડિયન કમિટી માં બેઠેલા આગેવાનો ના ઈશારે ૦૬ મહિનાની વધુ મુદત અહેવાલ રજૂ કરવા સમય માંગી લેવાયો છે.
આમ ભુતકાળમાં ૯૩,૦૦૦ ટન શેરડી અને ૩૧,૦૦૦ ટન શેરડીના નાણાં ખેડૂત સભાસદો ને ના આપી મોટા પાયે શેરડી ચોરી કરી કૌભાંડ કરી સરકારી સહાયનો કૌભાંડ છુપાવવા દુરઉપયોગ અટકાવી આદિવાસી ખેડૂતો સાથે કરવામાં આવી રહેલા વિશ્વાસ , ગદ્દારી , છેતરપિંડી કરનારાઓની સામે કાયદેસર કાર્યવાહી કરી આદિવાસી ખેડૂતો ની શેરડી ચોરીના નાણાંની વસૂલાત કરી ખેડૂતો ને પાછા અપાવવા પાંચમી અનુસુચિત વિસ્તારોમાં તાપી જીલ્લો આવતો હોય રાજ્યપાલ શ્રી ના અધ્યક્ષતામાં SIT તપાસની આગેવાનો એ માંગ કરતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી ખેડૂતોમાં આશા અને કૌભાંડીઓ માં ફફડાટ નો માહોલ બન્યો હોવાની વાતે જોર પકડ્યું છે.હવે ગુજરાત સરકાર આ બાબતે સરકારી સહાયનો દુરઉપયોગ કરનારાઓ સામે શું કાર્યવાહી કરશે તેની ઉપર દરેકની મીટ મંડાયેલી છે.