
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સાપુતારા ખાતે સફાઈ કર્મચારીઓ ઉપર સુપરવાઈઝરનો દમન:
દિનકર બંગાળ, ડાંગ: ગુજરાત રાજયનો એકમાત્ર ગિરિમથક સાપુતારાનું કુદરતી સૌંદર્ય અકબંધ રહે, કુદરતી સૌંદર્યનો આણંદ માણવા આવતા પ્રવાસીઓને કોઈ પ્રકારની અગવડતા ન પડે, સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે તેના માટે સફાઇ કર્મચારીઓ નિમવામાં આવ્યાં છે. જે સફાઈ કર્મચારીઓનો જ સુપરવાઈઝર નામે ધર્માભાઈ ધવળ્યાભાઈ ચૌધરી ( રહે, મુ.પો ગોટીયામાળ તા. આહવા જી. ડાંગ) નાઓ દ્વારા સફાઈ કર્મચારીઓ પર પોતાની મનમાની ચલાવી જોરજુલમ, અત્યાચારો તથા માનસિક ત્રાસ આપી કામગીરીમાંથી છુટા કરી દેવાની ધમકીઓ આપતો અને હાલ એક સફાઈ કર્મચારીએ તેની વાત ન માનતા સફાઈ કર્મચારીને સુપરવાઇઝરે છુટો કરતાં સમગ્ર વાતાવરણ તંગ બનવા પામ્યું છે.
મળતી વિગતો અનુસાર ગુજરાત ટુરીઝમના સૌજન્યથી સાપુતારા ખાતે સફાઈની કામકીરી ચાલી રહી છે. જે સફાઈ કર્મચારીઓનો સુપરવાઈઝર દ્વારા પોતાની મનમાની કરી પોતાના અંગત કામો અથવા પોતાને લાભ થાય રૂપિયા મળે તેવા કામો સફાઈ કર્મચારીઓ પાસે કરાવી મનમાની કરી રહ્યો છે. જો કામ ન કરવાનું અથવા ખોટા કામોમાં સાથ ન આપનારા સફાઈ કર્મચારીઓને સજા કરતો અને નોકરીમાંથી છુટા કરી દેવાની ધમકીઓ આપતો ખોટા કામોમાં તેની વાત ન માણનારા ઘણા સફાઈ કર્મચારીઓને નોકરીમાંથી છુટા પણ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આઝાદ ભારત દેશમાં સફાઈ કર્મચારીઓ પર અંગ્રેજોની જેમ જુલમો આચરાઈ રહ્યા છે. મનફાવે ત્યારે સફાઈક કર્મચારીઓને પોતાના ઘરે લાકડા કાપવા, રોપણી કરવા, અને કાપણી પણ સફાઈ કર્મચારીઓ પાસે જ મનમાની કરી કરાવડાવે છે.
જે સફાઈ કર્મચારી અન્યાય સામે બોલે તેને છુટો કરવામાં આવે છે. જેથી કોઈ બોલતુ પણ નથી. અથવા જે બોલવા તૈયાર થાય તેના ઘરે જઈ સુપરવાઈઝરના ધર્મપત્ની રજંનાબેન ધર્માભાઈ ચૌધરી દ્વારા સફાઈ કર્મચારીઓના ઘરે જઈ માનસિત ત્રાસ આપી, ઘરના સભ્યોને ધમકાવે અને નોકરીમાંથી છુટા કરી દેવાની ધમકીઓ આપતી હોય છે. પીડીત સફાઈ કર્મચારીઓને કોણ ન્યાય અપાવશે. કોણ કરશે ન્યાય તેની ચિંતા કરી રહ્યા છે. છતા જિલ્લાનુ વહિવટી તંત્ર આંખે પાટા બાંધી સમગ્ર બાબતોથી અજાણ હોય તેમ કેમ બતાવી રહ્યું છે.
જે સફાઈ કર્મચારીઓને સાપુતારાની સફાઈ કરવાનું વળતર મળે તેવા સફાઈ કર્મચારીઓને સુપરવાઇઝર પોતાના ખેતરે મંજૂરીના કામ કરાવા લઈ જાય છે. છતા કોઈ બોલતુ નથી, નોકરીમાંથી છુટો કરી દેશે તેના ડરથી. લાચાર બેબસ સફાઈ કર્મચારીઓ સુપરવાઈઝરના દમનથી હેરાન પરેશાન છે. સફાઈ કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે, કે દમનગીરી કરનાર સુપરવાઇઝરની બદલી કરો અને અમને નવો સુપરવાઈઝર આપવામાં આવે. કર્મચારીઓ સહન કરી કરીને છેલ્લે ન્યાય માટે પ્રેસ મીડિયા થકી ન્યાયની ગુહાર લગાવી છે. હવે જોવાનુ એ રહ્યું કે હજી ડાંગ જિલ્લાનુ વહીવટી તંત્ર આ સુપરવાઇઝરના દમનને આંખે પાટા બાંધી જોતુ જ રેહશે કે હવે આંખો ખોલી સફાઈ કર્મચારીઓ સાથે ન્યાય કરશે.