
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
રાજ્ય સરકારનો વીજ કંપનીઓના કર્મી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો :
ગુજરાત સરકાર દ્વારા ઉર્જા વિકાસ નિગમના કર્મીઓને ચૂંટણી પહેલા ભેટ આપવામાં આવી..!!!
રાજ્ય ભરમાં ચાલતા અનેક સરકારી, અર્ધ સરકારી વિભાગ અને સંઘઠનો ના આંદોલન અને ધરણા કાર્યક્રમ દ્વારા સરકાર ને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, અગામી યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા વીજ કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે આજે કરેલા આ નિર્ણયમાં વીજ કંપનીમાં 5 વર્ષના ફિક્સ પગારના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે આ કર્મચારીઓને 2 થી 3 જ વર્ષ જ ફિક્સ પગાર પર રાખવામાં આવશે.
આ આગાઉ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને તેના હસ્તકની વીજ કંપનીઓના કર્મીઓ 5 વર્ષ ફિક્સ પગાર પર નૌકરી કરતા હતા જયારે હવે 2 થી 3 વર્ષ જ ફિક્સ પગારમાં નોકરીએ રાખવામાં આવશે. ઉર્જા નિગમ દ્વારા કરવામાં આવેલી દરખાસ્તને ગુજરાત સરકારની ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગે મંજુરી આપી દીધી છે.
આ નિર્ણય મુજબ હવેથી ગુજરાત રાજ્ય હસ્તગત વીજ કંપનીમાં જુનિયર ઇજનેરનો બે વર્ષ સુધી જ ફિક્સ પગાર રહેશે. જો કે જુનિયર આસિસ્ટન્ટ, હેલ્પર અને પ્લાન્ટ એટન્ડન્ટનો ત્રણ વર્ષ સુધી ફિક્સ પગાર હશે. સરકારમાં વર્ગ ત્રણ કર્મચારીઓ માટે ફિક્સ કર્મચારીઓનો સમયગાળો પાંચ વર્ષ જ રહશે. આ પહેલા પણ વીજ કંપનીઓમાં ફિક્સ પગારનો સમયગાળો 2 થી 3 વર્ષનો જ હતો પરંતુ તેણે પાછળથી વધારીને પાંચ વર્ષ કરવામાં આવ્યો હતો.