દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

173-ડાંગ પેટા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યાં સુધીમાં નોંધાયું જંગી 73.71 ટકા મતદાન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા

૧૭૩-ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી ;

સાંજે ૫ વાગ્યા સુધીમા નોંધાયુ ૭૩.૭૧ ટકા મતદાન :

“કોરોના કાળ” મા ડાંગ જિલ્લાના મતદારોએ બતાવી સાવચેતી સાથે વ્યાપક જાગૃતિ :

આહવા; તા; ૩; ૧૭૩-ડાંગ વિધાનસભા મતદાર વિભાગની તા.૩જી નવેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીમા આ લખાય છે ત્યા સુધી એટલે કે સાંજના ૫ વાગ્યા સુધીમા ૭૩.૭૧ ટકા મતદાન નોંધાવા પામ્યુ છે.

“કોરોના કાળ” મા ખુબ જ સાવચેતી અને ચોક્સાઈ સાથે યોજાયેલી આ ચૂંટણી માટે સવારના ૭ વાગ્યે શરુ થયેલા મતદાન સાથે જ અહી મુખ્ય બન્ને પક્ષોના ઉમેદવારો સહીત “મતદાર જાગૃતિ અભિયાન”ના યુથ આઇકોન અને આંતરરાષ્ટ્રીય દોડવીર કુ.સરિતા ગાયકવાડે પણ તેણીનુ પ્રથમ મતદાન તેના ગામ કરાડીઆંબા ખાતે કર્યું હતુ.

ડાંગ જિલ્લામા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ ટીમ ડાંગના અધિકારી, કર્મચારીઓએ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ખુબ જ સુચારુ રૂપે શાંતિપૂર્ણ માહોલમા પાર પાડી હતી.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા આહવાના આશ્રમ વિદ્યાલય ખાતે આદર્શ મતદાન મથક ઉપરાંત ભીસ્યા, અને ગોંડલવિહિર ગામે સખી મતદાન મથક સહિત કુલ ૩૫૭ મતદાન મથકો ઉપર ૮૯૪૧૭ પુરુષ મતદારો, ૮૮૭૬૭ સ્ત્રી મતદારો, અને ૨ અન્ય જાતિના મતદારો મળી કુલ ૧૭૮૧૮૬ મતદારો નોંધાયા છે. જે પૈકી સાંજના પ વાગ્યા સુધીમા ૬૫૧૮૭ પુરુષ, ૬૬૧૪૫ સ્ત્રી મળી કુલ ૧૩૧૩૩૨ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા અહી ૭૩.૭૧ ટકા મતદાન નોંધવા પામ્યુ છે. “કોરોના કાળ” મા યોજાયેલી આ ચૂંટણીમા ડાંગના મતદારોએ સાવચેતી સાથે વ્યાપક જાગૃતિ દર્શાવી છે.

ડાંગ જિલ્લામા આ અગાઉ યોજાયેલી ચૂંટણીઓના પરિણામો ઉપર નજર કરીએ તો અહીં સને ૨૦૧૪ના લોકસભા ચુનાવમા ૮૧.૩૩ ટકા, સને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમા ૭૨.૬૪ ટકા, અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમા ૮૧.૨૩ ટકા મતદાન નોંધાવા પામ્યુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है