
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સરથાણા ખાતે એસ.ટી.નિગમની અદ્યતન ૪૦ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા વાહનવ્યવહાર રાજયમંત્રી હર્ષ સંઘવી
બાળાઓના હસ્તે કુમકુમ તિલક કરી બસોના સામૈયા કરાયા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિ
સુરતઃ એસટી નિગમ (GSRTC-ગુજરાત રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ની અદ્યતન નવી ૪૦ નવીન બસોનું વાહન વ્યવહાર અને ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંધવીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સરથાણા શ્યામધામ મંદિર, સિમ્ફ સર્કલ ખાતે આયોજિત બસોના લોકાર્પણ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
વાહન વ્યવહાર રાજ્યમંત્રીશ્રીએ આ બસોનું પૂજન કરી નિગમના ડ્રાઇવરોને ચાવી અર્પણ કરી હતી. મુસાફરોની સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી ૪૦ નવીન બસો ગુજરાત એસટી વિભાગને ફાળવવામાં આવી છે. (રર)ની ૩૩ સીટની બેઠક વ્યવસ્થા સાથેની અદ્યતન સુવિધાજનક બસોનો સીધો લાભ છેવાડાના ગ્રામજનો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આમ નાગરિકોને આવન-જાવન માટે અનુકૂળતા પ્રાપ્ત થશે.
આજના આ પ્રસંગે ધારાસભ્ય સર્વે શ્રી સંદીપ દેસાઈ, પ્રવીણભાઈ ઘોઘારી, ડે. મેયર શ્રી દિનેશ જોઘાણી, કોર્પોરેટરો, એસટી નિગમ ના અધિકારી, કર્મચારીઓ સહીત સંગઠન ના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.
પત્રકાર: ફતેહ બેલીમ સુરત