
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, માંગરોળ પ્રતિનિધિ
આંબાવાડી ગામે બે માસ પહેલા લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે યુવક પર જીવલેણ હુમલો કરનાર, અને ફરાર ત્રીજા આરોપી ને S.O.G.એ ઝડપી લીધો;
માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે બે યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરનારા ત્રીજા આરોપી ને એસ.ઓ.જી ની ટીમે ઝડપી પાડયો છે.
આંબાવાડી ગામના વિજયભાઈ ગોમાનભાઈ ચૌધરી ને ત્યાં તારીખ 16/ 9 /2021 ના રોજ પુત્રના લગ્ન હતા અને રાત્રિ સમયે નાચણુ રાખવામાં આવ્યું ત્યારે વિના આમંત્રણે ઓલપાડ તાલુકાના ઉમરા અને મોટા વરાછા ના ત્રણ થી ચાર ઇસમો આંબાવાડી ગામે લગ્નમાં આવ્યા હતા અને લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે આંબાવાડી ગામના મેહુલકુમાર અશોકભાઈ ચૌધરી અને અક્ષયકુમાર અશોકભાઈ ચૌધરી સહિત બન્ને ભાઈઓ સાથે ઝઘડો કર્યો હતો આ સમયે મેહુલ ને ત્રણ ઈસમોએ પેટમાં ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને ભાગી છૂટયા હતા હુમલાનો ભોગ બનેલા મેહુલ ને સારવાર માટે સુરત લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપરોક્ત ચાર આરોપીઓ વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી આ ગુના સંદર્ભે અગાઉ બે આરોપીની માંગરોળ પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે ત્રીજો આરોપી રાજ યોગેશ રાઠોડ છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો હતો જેની તપાસ જિલ્લા પોલીસ વડા દ્વારા એસ.ઓ.જી શાખાને આપવામાં આવતા પી.આઈ જે.કે ધડુક અને એચ.બી.ગોહિલ તેમજ એ.એસ.આઈ ભૂપતસિંહ અંદરસિંહ, જગદીશભાઈ કામરાજભાઈ, રાજેશભાઈ બળદેવભાઈ, વગેરેની ટીમે ઓલપાડના દેલાડ પાટિયા નજીક આવેલ શાંતિ ટેક્સટાઇલ કારખાના કામ પર જતા આરોપી રાજ યોગેશ રાઠોડ રહે ઉમરા ગામ તાલુકો ઓલપાડ ને ઝડપી પાડયો હતો.