
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
મહારાષ્ટ્ર રાજ્ય તરફ થી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરતા ઇંગ્લીસ દારૂનો જથ્થો કિં.રૂ ૧,૧૦,૩૭૦- ભરેલ મારૂતી સુઝુકી ZDI – સીયાઝ ગાડી નંબર GJ 06 HS 6205 ની તથા બે ઈસમોને મોબાઈલ નંગ-૪ કિ.રૂ ૧૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૨૧,૩૭૦/-નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબિશન નો કેશ શોધી કાઢતી સાગબારા તથા ડેડીયાપાડા પોલીસની ટીમ;
નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સાહેબ શ્રી તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી રાજેશ પરમાર સાહેબ નાઓના સુચના અને માર્ગદર્શન તેમજ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર સાહેબ શ્રી પી.પી.ચૌધરી સાહેબ નાઓની સૂચના આધારે દેડીયાપાડા તથા સાગબારા તાલુકાના વિસ્તારને અડીને આવેલ મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર વિસ્તાર માંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીસ દારુ ઘુસાડવાની પ્રવૃતિને અટકાવવા સારૂ સુચના અને માર્ગ દર્શન આપવામાં આવેલ હોઇ જે આધારે સાગબારા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી કે.એલ.ગળચર સાહેબ તથા દેડીયાપાડા પોલીસ સ્ટેશન ના સેકંડ પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એ.એન.પરમાર ના સ્ટફના પોલીસ માણસો સાથે સતત પેટ્રોલીંગ કરી રહેલ હતા. અને આ દરમીયાન તા.૧૩/૦૭/૨૦૨૧ ના રોજ સેલવાસ તરફથી સાગબારા પો.સ્ટે વિસ્તારમાં થઈ સાગબારા તરફ થી એક મારૂતી સુઝુકી ZDI સીયાઝ ગાડી નંબર GJ 06 HS 6205 ની ગાડી તથા તેમા સવાર બે ઈસમો ગાડીમાં સંકાસ્પદ અને ઇંગ્લીસ દાર ભરેલ હોઇ તેમ જણાતા આ ફોરવ્હીલ ગાડીનો પીછો સાગબારા તથા ડેડીયાપાડા પોલીસે કરી મોજે કમોદવાવ ગામની સીમમા કમોદવાવદl થી મોવી જતા રોડ ઉપર પક્ડી પાડી સદર હુ ગાડીમાં બેસેલ બે ઈસમો (૧) દિપકભાઇ રમેશભાઇ પટેલ રહે.ઉમરસાડી, માછીવાડ,ચોટા ફળીયુ, તા, પારડી. જી.વલસાડ તથા (૨) અજ્યભાઇ રોહીતભાઇ ધોળી, રહે. સરઇ, બદાળ ફળીયા, તા.ઉમરગામ,જી.વલસાડ નાઓને ભારતીય બનાવટના ઇંગ્લીસ દારુ ના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ છે. જે આરોપીના કબજાની મારૂતી સુઝુકી ZDI – સીયાઝ ગાડી નંબર GJ 06 HS 6205 ની ગાડી માર્ટી ભારતીય બનાવટનો ઇંગ્લીસ દારુ ના ઇમ્પેરીયલ બ્લ્યુ વ્હીસ્કીના ૧૮૦ ના ક્વાર્ટરીયા નંગ- ૩૯૮ કિ.રૂ ૩૯૮૦૦/- તથા રોપલ સ્પેસીયલ વ્હીસ્કીના ૧૮૦ મીલીના ક્વાટરીયા નંગ ૨૮૯ કિ.રૂ ૨૮૯૦૦/-, રોયલ સ્પેસીયલ વ્હીસ્કીના ૧૮૦ મીલીના ક્વાટ્રીયા નંગ ૧૧૪ કિ.રૂ ૧૧૪૦૦/- તથા ઇમ્પેરીયલ બ્લ્યુ વ્હીસ્કીના ૭૫૦ મીલીના કંપની સીલબંધ હોલ નંગ ૩૩ કિ.રૂ ૧૧,૫૫૦/- તથા રોયલ ચેલેંજ વ્હીસ્કીના ૭૫૦ મીલી હોલ નંગ ૩૬ કિ.રૂ ૧૮૭૨૦ – મળી કુલ મુદ્દામાલ બોટલ નંગ – ૮૭૦, જે દારુ ફૂલ લીટર – ૧૯૫,૯૩ જેની કુલ કિંમત રૂપીયા – ૧,૧૦,૩૭૦/- નો મુદામાલ તથા મોબાઇલ ફોન નંગ -૦૪ જેની કિંમત રૂપીયા ૧૧,૦૦૦ તથા મારૂતી સુઝુકી સીયાઝ ગાડી નંબર GJ 06 HS 6205 જેની કિંમત રૂપીયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિમત રૂપીયા ૩,૨૧,૩૭૦૪- નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે લેવામા આવેલ છે. ગુનાની તપાસ દેડીયાપાડા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામા આવેલ છે.
				
					

