બ્રેકીંગ ન્યુઝ

પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેડિયાપાડામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડિયાપાડામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું;

સંકલનની બેઠકમાં દબાણોનો મુદ્દો ચર્ચાતાં R&Bએ 3 વખત નોટિસ ફટકારી હતી, પોલીસ બંદોબસ્ત વચ્ચે સાંજના 6 વાગ્યા સુધી કામગીરી ચાલી;

જૂના મોસદા રોડ પર 110 દબાણો ખસેડ્યાં 12 : ફૂટ રોડ પહોળો થતાં ટ્રાફિક સમસ્યા ઉકેલાશે;

 ડેડિયાપાડામાં આજે પ્રાંત અધિકારી અનિલ ઉકાંનીની આગેવાનીમાં ડેડીયાપાડા ના ચાર રસ્તાથી સરકારી હોસ્પિટલ ડેડીયાપાડા સુધીના દબાણો સંપૂર્ણ સાફ કર્યા હતા, જેમાં રોડ માર્જીન થી 12 ફૂટ સુધીના દબાણો ઓટલા, શેડ દૂર કર્યા હતા આમાં અંદર આવતા કેટલાએ નાની કાચી પાકી દુકાનો કેબીનો વર્ષોથી લારી લઈને ધંધો કરતા લોકોની હાલત કફોડી થઈ હતી અને સંખ્યાબંધ લોકો હાલ બેકાર બન્યા હતા, જેના માટે પણ તંત્રએ વહેલી તકે રોજગારીની તકો મળે તેવી સરકારી જગ્યાઓ ફાળવણી કરે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

 ડેડીયાપાડા માં સિવિલ હોસ્પિટલનો રોડ કે જૂના મોસદા રોડ ખૂબ જ મોટા પ્રમાણમાં દબાણો હતા આ રોડ પરથી એમ્બ્યુલન્સને પણ જવાનો રસ્તો નહોતો મળતો ચારે તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જ દેખાતા જેથી આ મુદ્દો સંકલન સમિતિની મિટિંગમાં પણ ચર્ચા સાથે ફરિયાદ પણ થઈ હતી અને આર એન્ડ બી ના વિભાગ દ્વારા પણ અગાઉ બે થી ત્રણ વખત નોટિસ ફટકારી હતી પરંતુ દુકાનદારોએ ધ્યાનમાં લીધી ન હતી જેથી આજે તંત્રએ સપાટો બોલાવ્યો હતો આ રોડ સરકારી ગાડીઓની અને પોલિસની ગાડીઓની લાઈન સાથે ત્રણ થી ચાર બુલડોઝર સાથેની ટીમ સવારથી જ એક્શનમાં આવી હતી સવારે 9:00 વાગ્યા થી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના પગલે વેપારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, લોકો ચિંતાતુર નજરે દેખાઈ રહ્યા હતા વેપારીઓમાં ખૂબ જ દુઃખની લાગણી ફેલાઇ હતી કેટલાકને તો સંપૂર્ણ રોજગાર સમાપ્ત થઈ જશે જેથી ચિંતાતુર બની ને તંત્ર ની સામે જોઈ રહ્યા હતા પોલીસ બંદોબસ્ત સાથે હોવાથી નારાજ હોવા છતાં એક પણ વ્યક્તિ વિરોધ કરી શક્યો નહોતો જ્યારે કેટલાક તો સ્વેચ્છાએ દબાણો દુર કર્યા હતા અને મોડી સાંજ 6 વાગ્યા સુધી આ કામગીરી ચાલુ હતી આ મેગા ડીમોલેશન માં દેડિયાપાડાના પ્રાંત અધિકારી અનિલ ઉકાણી, મામલતદાર ઇન્ચાર્જ એમ ડી છાકત પી.એસ.આઇ વસાવા, સી.પી. આઈ ચૌધરી ,વિજ કંપનીના ડેપ્યુટી ઇજનેર વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના ઇજનેર સી.એન.રોહિત ,સહીત આર એન્ડ બી ના અધિકારીઓ કર્મચારીઓ સાથે પોલીસ અધિકારીઓની ટીમ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને મેગા ડેમોલેશન કાર્ય હાથ ધર્યું હતુ. 

આ બાબતે ડેડીયાપાડા પ્રાંત અધિકારી અનિલ ઉકાણીએ જણાવ્યું હતું કે ડેડીયાપાડા મોસદા રોડ ઉપર ખૂબ ટ્રાફિક જામ રહેતો હતો વ્યાસ આજ રોડ પર સરકારી દવાખાનું પણ આવેલો છે ત્યાં હોસ્પિટલ સુધી 108 પહોંચવાનું પણ મુશ્કેલી પડતી હતી જેના કારણે અવારનવાર સંકલન સમિતિમાં આ બાબતે ફરિયાદ થતી હતી અને ખૂબ જ મુશ્કેલી પડતી હતી જેથી આજે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है