
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ, પત્રકાર: પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા
સાપુતારા માલેગામ ઘાટ માર્ગ ઉપર ઇકો ફોર વિહિકલ ગાડી અને આઇશર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત: એક મહિલાનું સ્થળ પર દુ:ખદ મરણ થવી ઘટના સામે આવી હતી.
સાપુતારા: સવારે સાપુતારા માલેગામ રાજ્ય ધોરીમાર્ગ પર ઘાટ માર્ગમાં આઇશર ટેમ્પો નં – MH 46 BB 9643 અને મારૂતી ઇકો ગાડી નંબર- GJ 01 KX 0255 વચ્ચે અકસ્મત સર્જાયો હતો. અકસ્માતમાં એક મહિલાનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બીજા છ જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હતી.
સ્થળ પર સ્થાનિકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા, અને તમામને એમ્બ્યુલન્સ મારફત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આજે સવારે સાત વાગ્યાના સુમારે એક પરિવાર અમદાવાદથી શિરડી તરફ જઈ રહ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રમાંથી સાપુતારા થઈ ઘાટ ઉતરતી વખતે તળેટીમાં આવેલા માલેગામના ફોરેસ્ટ નાકા નજીકના વળાંક પાસે આઇશર ટેમ્પાના ચાલકે સામેથી ઘાટ ચઢી રહેલી ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કાર ફંગોળાઈને નજીક આવેલી સંરક્ષણ દીવાલ ઉપર લટકી ગઈ હતી.