શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રેસ નોટ
પેટ્રોલ – ડીઝલ થી લઇ રાંધણ ગેસ નો અસહ્ય ભાવ વધારો સામાન્ય થી લઈ ધનવાનો ને અસર કરે છે : જુનેદ પટેલ
પેટ્રોલ – ડીઝલ થી લઇ રાંધણ ગેસ નાં ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે જેના સંદર્ભે ગુજરાત યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના પુર્વ દક્ષિણ ગુજરાત પ્રભારી જુનેદ પટેલ દ્વારા અર્થશાસ્ત્રી અને પુર્વ પ્રધાનમંત્રી આદરણીય ડો.મનમોહનસિંહ જી ને યાદ કરતા જણાવ્યું હતું કે ૨૦૦૮ નાં વર્ષ માં જ્યારે આખું વિશ્વ મંદી ની ચપેટ માં હતું એવા કપરા સમય પોતાની દિર્ગદૃષ્ટી થી ભારત ને મંદી ની જરાય આંચ ન આવવા દીધી હતી. જેતે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ નો ભાવ ૧૪૫ ડોલર પ્રતિ બેરલ હતો તે સમયે ભારત માં ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ ની સરકાર દ્વારા ૭૦ થી ૭૫ રૂપિયાની વચ્ચે પેટ્રોલ તથા ડીઝલ આપવામાં આવતું હતું, ત્યારે હાલની કેન્દ્ર સરકાર સમગ્ર ભારતભર અને સંસદ ભવન ખાતે દેખાવો કરેલ હતો , જ્યારે આજે ક્રૂડ ઓઇલ નો ભાવ ૧૦૯ ડોલર પ્રતિ બેરલ હોવા છતાં લગભગ ૧૦૦ રૂપિયા ની ઉપર મળે છે . જેનાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો નાં ગજવા ખંખેરવામાં આવી રહ્યા છે, અને અધધ મોઘવારીમાં સરકાર આ બાબતે ચુપ બેઠી છે, એવું કહેવું અતિશયોક્તિ નથી કે મોઘવારીના નામ પર ચુંટણી લડનાર પાર્ટીએ ખુદ આજે સમગ્ર ભારતમાં દરેક વસ્તુઓના ભાવો આસમાને પોહચાડી દીધા છે આજે સામાન્ય જનતા હેરાન પરેશાન થઇ ગઈ છે, રાંધણ ગેસ નાં ભાવ ની વાત કરતાં પટેલ એ જણાવ્યું હતું કે આજની તારીખે વાત કરીએ તો ૨૨ માર્ચ ૨૦૧૪ નાં રોજ રાંધણ ગેસ બોટલ નાં ભાવ ૪૧૦ રૂપિયા હતાં પરંતુ આજે ગેસ બોટલ નો ભાવ ૯૫૦ રૂપિયા ને પાર છે. જેમના દ્વારા ભારતીય જનતા પાર્ટી સાશિત કેન્દ્ર સરકાર ને રજુઆત કરતા જણાવ્યું હતું કે આ ભાવ વધારો એ સામાન્ય, મધ્યમવર્ગ અને ગરીબ પરિવારો માટે આજની તારીખ માં ઘર- સંસાર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે જેથી આ ભાવ વધારાને તાત્કાલિક અંકુશ માં લાવવામાં આવે જેથી સામાન્ય પ્રજા ને રાહત થઈ શકે.