
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આદિવાસી મુક્તિ મોરચા દ્વારા માંડવી નાયબ કલેકટરશ્રી અને તાપી જિલ્લા કલેકટરશ્રી મારફત વન પર્યાવરણ અને જળ વાયુ પરિવર્તન મંત્રાલય ભારત સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું:
વન સરક્ષણ અધિનિયમ 1980 માં પ્રસ્તાવિત સુધારાઓના વિરોધમાં માંડવી નાયબ કલેકટરશ્રી અને તાપી જિલ્લા કલેકટરશ્રી મારફત વન પર્યાવરણ અને જળ વાયુ પરિવર્તન મંત્રાલય ભારત સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જાણવામાં આવ્યું કે 4 ઓક્ટોબરના રોજ વન પર્યાવરણ અને જળ વાયુ પરિવર્તન મંત્રાલય કેન્દ્ર સરકાર દ્વારા સમાચારપત્રોમાં વન સરક્ષણ અધિનિયમ 1980 માં પ્રસ્તાવિત શંસોધનો માટે સૂચનો અને સુજાવો માંગતી સૂચના અંગ્રેજી ભાષામાં આપવામાં આવેલ હતી જે કરોડો જંગલ આધારિત આદિવાસી સમુદાયો સાથે મજાક સમાન છે, જેમની પાસે ઈન્ટરનેટ, મોબાઈલ ફોન અને અન્ય સૂચના માધ્યમોનો અભાવ છે, અને કરોડો આદિવાસીઓ તથા અન્ય વન અને વન્યજીવન પર્યાવરણ સરક્ષણનુ ભવિષ્ય નક્કી કરતા કાયદા પર સૂચન અને સૂજાવો માટે માત્ર 15 દિન આપ્યા હતા ત્યાર બાદ વિરોધ થતાં આ દિવસો 17નવેમ્બર સુધી કરવામાં આવ્યા હતા, આ સંશોધનો મૂડીવાદી વ્યવસાયિક કંપનીઓને જંગલોને આસાનીથી હડપવાનો રસ્તો સાફ કરી આપતા લાગી રહ્યા છે, અને પ્રસ્તાવિત સંશોધનોમાં ગ્રામસભાની સહમતી સામેલ કરવામાં આવી નથી તથા 1988 ની રાષ્ટ્રીય વન નીતિનું છડેચોક ઉલ્લંઘન કરે છે, માટે વન અધિકાર અધિનિયમ 2006 અને પેસા અધિનિયમ 1996ને ઉલ્લંઘન કરતા પ્રસ્તાવિત શંસોધનો રદ કરવામાં આવે અને સુજાવ અને સૂચનો માટેનો સમય 3 મહિના કરવામાં આવે તથા સૂચનો માટે જાહેર કરવામાં આવેલ ડ્રાફ્ટ ગુજરાતી ભાષામાં આપ્યા બાદ સ્થાનિક જનતા ખાસ કરીને વન અધિકાર સમિતિઓ અને ગ્રામ સભાના સૂચનો અને સુજાવ માટે આમંત્રિત કરવામાં આવે તથા જંગલ થી સંબધિત કાયદાના સંશોધનો પર સંપૂર્ણ ભાગીદારી સાથે જંગલ સાથે અભિન્ન રીતે જોડાયેલા આદિવાસી સમુદાયો, પર્યાવરણવિદો ની સમિતિઓ બનાવી કાયદાકીય પરામર્શ કરી વ્યાપક લોક પ્રચાર થવો જરૂરી છે, અને વન સરક્ષણ અધિનિયમ 1980 ના પાલન કરવામાં વન–અધિકારકાયદો 2006 ના પ્રાવધાનો ને સુનિશ્ચિત કરવામાં આવે ગ્રામસભાની ભૂમિકા મજબૂત કરવામાં આવે જેવી માંગણીઓ સાથે માંડવી અને તાપી ખાતે આદિવાસી મુક્તિ મોરચા દ્વારા આવેદનપત્ર આપવામાં આપ્યું હતું.