
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા દ્વારા તાલુકા પંચાયત હોલ ખાતે બેઠક યોજાઇ:
આંતરાષ્ટ્રિય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નાં સંસ્થાપક અને ચેરમેન શ્રી. ડૉ.ટી.એમ.ઓનકાર નાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તથા IHRPC, નર્મદા જિલ્લા પ્રેસિડેન્ટ શ્રી.સર્જન વસાવા ના અધ્યક્ષપણે આજ રોજ દેડીયાપાડા નાં તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલ મિટિંગ હોલમાં IHRPC ની મિટિંગ યોજાઇ હતી.
ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ પ્રોટેક્શન કાઉન્સિલ ભારત ભરના અનેક રાજ્યોમાં માનવ અધિકારનાં કાર્યકર્તાઓની ટીમો માનવ સેવા અને માનવ અધિકાર જાગૃતિનાં કાર્યો કરી રહયા છે,
કામદાર,કોન્ટ્રાકટર અને માલિકો તેમજ અધિકારીઓ વચ્ચે મતભેદ થતાં હોય છે, તેવા સંજોગોમાં પીડિતોને મદદરૂપ થવા અને લોકસેવાના કામો કરવાના ભાગરૂપે કોઈપણ વ્યક્તિ મદદ માટે આંતરાષ્ટ્રિય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નો સંપર્ક કરી સલાહ, સૂચનો અને કાયદાકીય મદદ કે માર્ગદર્શન મેળવી શકે તેવા હેતુ થી આ બેઠક યોજાય હતી, સાથેજ લોકસેવા ના આ ઉમદા કામો કરવા બદલ આખી ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં.
આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદનાં સંસ્થાપક શ્રી ડૉ.ટી.એમ.ઓનકાર નાં નેતૃત્ત્વ હેઠળ આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ (IHRPC) નર્મદા જિલ્લા બોર્ડ ની રચના કરવામાં આવી છે, ત્યારે “માનવ સેવા રાષ્ટ્ર ની સેવા” નાં સિધ્ધાંત સાથે તેમજ માનવ જાગૃતિ અને માનવ સેવાનાં કામો કરીને નાત – જાત કે ધર્મનાં ભેદભાવ વગર સમાજ સેવા નું કાર્ય કરશે. અને જ્યાં પણ સામાન્ય માણસ સાથે કોઈ પણ જાતનો ભેદભાવ કે અન્યાય થશે ત્યાં તેઓ અવાજ ઉઠાવશે.
આ પ્રસંગે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નાં નેશનલ પ્રેસિડેન્ટ શ્રી.મુકેશભાઈ ભગત, ગુજરાત પ્રેસિડેન્ટ.શ્રીમતી ઉર્મિલાબેન ભગત, નર્મદા જિલ્લા પ્રેસિડેન્ટ શ્રી.સર્જન વસાવા, નર્મદા જિલ્લા મહિલા પ્રેસિડેન્ટ શ્રીમતી.મિકીતાબેન વસાવા, તેમજ આંતરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નર્મદા જિલ્લા નાં સદસ્યો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આખરમાં કોરોના વોરીયર્સનું પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.