
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
આરોપીને 2015મા બળાત્કારના મામલે વડોદરા જેલમાં સજા ભોગવતો કોરોનાની મહામારીમા પેરોલ પર છુટીને જેલ ખાતે પરત ન ફરતા ભાગેડુ ફરાર કેદીને પોલીસે ઝડપી જેલ ભેગો કર્યો,
નર્મદા,રાજપીપળા: પોલીસ મહાનિરીક્ષક હરીક્રિષ્ણ પટેલ વડોદરા વિભાગનાં તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની માર્ગદર્શન અને સુચના મુજબ રાજ્યની જેલોમાંથી પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ કેદીઓને તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી પાડી જેલ હવાલે કરવાની પરિણામ લક્ષી કામગીરી કરવા સુચના નર્મદા પોલીસને અપાયેલ હોવાંનું જાણવા મળેલ છે.
જે અંતર્ગત એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નાઓના સુપરવિઝન હેઠળ ડેડીયાપાડા પો.સ્ટે. ગુ.ર.નં. ફસ્ટ ૦૫/૨૦૧૫ ઇ.પી.કો.ક્લમ ૩૭૬ તથા પોસ્કો એક્ટ ૪ મુજબના ગુનાના કામનો કેદી વિજયસિંહ હિંમતભાઇ રાજપુત રહે. દેડિયાપાડા નાઓનો વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવી રહેલ હતો. અને કોવીડ-૧૯ અનુસંધાને પેરોલ રજા ઉપર છોડવામાં આવેલ. જે પેરોલ રજા પુર્ણ થતા પરત જેલ ખાતે હાજર નહિ થતા જેલ સત્તાવાળાઓ નર્મદા પોલીસ ને જાણ કરી હતી.
પેરોલ ઉપરથી ફરાર થતાં ડેડીયાપાડા પો.સ્ટે. બી-પાર્ટ નં. ૬૫૦/૨૦૨૦ પ્રિઝન એક્ટ ૫૧(૧) તથા ૫૧ (બી) મુજબનો ગુનો નોંધવામાં આવેલ. જે ફરારી કેદીને પકડવા સારૂ અ.હે.કો.સંજયભાઇ પુનીયાભાઇ બ.નં.૫૪૭નાઓને બાતમી મળેલ કે વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર કેદી નામે વિજયસિંહ ઉર્ફે વિજયભાઇ હિમ્મતભાઇ રાજપુત રહે,થાણા ફળીયા ડેડીયાપાડા જી.નર્મદાનાનો ફરાર કેદી ડેડીયાપાડા ખાતે છે તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે ડેડીયાપાડા તા.ડેડીયાપાડા ખાતે જઇને ફરાર કેદીને ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની
કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે .
પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં પેરોલ-ફર્લો ઉપરથી ફરાર કેદીઓનેપરત જેલ હવાલે કરવાની સખત સુચનાના પગલે નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે.