
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
દેડીયાપાડા વિસ્તારમા ધમધમતી બોગસ તબીબોની હાટડીઓ ઉપર તવાઈ બોલાવતી દેડીયાપાડા પોલીસ:
નર્મદા : દેડીયાપાડા પૉલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ દેડીયાપાડા ટાઉન માં કેટલાક તબીબી કોઇ પણ ડીગ્રી કે લાયકાત વગર ગેરકાયદેસર રીતે દવાખાના ખોલી દર્દીઓની સારવાર કરતા હોવાનું નર્મદા પોલીસ અધિક્ષક શ્રી નાઓને ધ્યાને આવેલ હોઇ અને આવા બૌગસ તબીબો સામે કાયદેસરના પગલા ભરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે આધારે નાયબ પોલીસ અધીક્ષક શ્રી રાજપીપલા ડીવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ દેડીયાપાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ડામોર નાઓએ પોલીસ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી આવા બોગસ તબીબોની માહિતી મેળવી અને દેડીયાપાડા ના આરોગ્ય ખાતા સાથે સંકલન મા રહી ડોકટર શ્રી જીનલકુમાર.એમ પટેલ તથા તેમની ટીમ સાથે સંયુક્ત રીતે ડેડીયાપાડા ટાઉન મા આવા બોગસ તબીબો ના ક્લીનીકો ઉપર રેડ કરી કોઇ પણ પ્રકારની લાયકાત કે ડીગ્રી વગર ગેર કાયદેસર રીતે દવાખાના ખોલી ગામડાઓના અભણ અને ગરીબ દર્દીઓના શરીર સ્વાસ્થ સાથે ચેડા કરી પોતાના આર્થીક કાયદા સારૂ લોકોની જીંદગી સાથે ખેલવાડ કરતા બે તબીબો નામે મિલ્ટનભાઇ દયાલભાઇ ઠાકુર,રહે. દેડીયાપાડા,બસ ડેપો સામે,તા. દેડીયાપાડા,જી. નર્મદા, તથા નરોત્તમભાઇ અતુલભાઈ મંડલ રહે હાલ દેડીયાપાડા, દશામાતાના મંદિર પાસે,તા.દેડીયાપાડા, જી. નર્મદા, મુળ રહે. ગાયત્રી નદીર રૌડ સીંગરૌલી તા. જી. સીંગરોલી (મધ્ય પ્રદેશ ) નાઓને ઝડપી પાડી કૂલ કિમત રૂપીયા ૮૬૮૪૮- નો મેડીકલ સામગ્રીનો મુદામાલ કબજે કરી ઇ.પી.કો કલમ ૩૦૮ તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.