
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
આજ રોજ તારીખ 20/09/2021 આમ આદમી પાર્ટી ડાંગ ઘ્વારા ભોળાનાથ મહાદેવ ને આવેદન પત્ર ડાંગ જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણાએ આપ્યું હતું:
પ્રતિ શ્રી..ભોળાનાથ મહાદેવ, દંડકેશ્વર મહાદેવ મંદિર,આહવા ડાંગ
આહવાનગર માં રખડતા ઢોરો અને પશુ ધનને ડબ્બામાં પુરવા બાબત:
સવિનય સહ જય ભારત સાથે ઉપરોક્ત વિષયના અનુંસંધાને જાણવાનું કે હાલ આહવાનગર માં મોટા ભાગના જાહેર સ્થળો. અને મુખ્ય રસ્તાઓ ઉપર ગાય /ભેંશ /ઢોરો નો જામવાડો જોવામળે છે. થોડા દિવસ પેલા ડાંગ જીલ્લા ના માન્યશ્રી કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવેલું. અને નકલ રવાના D.D.O. સાહેબ અને ગ્રામ પંચાયત ને મેં રૂબરૂ માં આપેલ. પણ કાર્યવાહી કરેલ પણ ખાલી ફોટાગ્રાફી. પેપર માં નામના કરવા માટે થોડા દિવસ ચાલેલું પણ પાછુ જેમ હતું તેમ પાછુ થય ગયું એટલે હવે અમારે તમારા પર વિશ્વાસ છે કે ભોળાનાથ મહાદેવ તમે કંઈક કરો તેવી અપેક્ષા એ અમો તમારી પાસે આવેલ છે. ભોળાનાથ તો ભોળા હોય તે ભક્તો નું નિરાકરણ જરૂર લાવશે તેવી અમારી આપને પ્રાર્થના અને અધિકારીશ્રી ઓને જણાવે કે. તાત્કાલિક ઉપરોક્ત વિષયના અનુંસંધાને કાર્યવાહી કરે એવી નમ્ર વિનંતી… આહવા, ડાંગમાં રખડતી ગાયો અને પશુ ધન બાબતે જાગૃત નાગરિક ની વેદના.