બ્રેકીંગ ન્યુઝ

જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા તાબડતોબ પુલ રીપેર કરી ૨૪ કલાકમાં રસ્તો ખુલ્લો કરતા પ્રજામાં આનંદ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લા વહિવટી તંત્રની શાનદાર મોન્સૂન રેસ્ટોરેશન કામગીરી:

પાછલાં ચાર દિવસ થી તાપી પંથકમાં લગાતાર વરસતા મેઘરાજાના આગમન વખતે તાપી જીલ્લાના અનેક સ્થળોએ  ઉભી થયેલી આપદા ને ગણતરીના કલાકોમાં ફરી રીપેરીંગ કરી જ્નજીવન દોડતું કરતું તાપી જીલ્લા વહીવટી તંત્ર: 

ડોલવણ તાલુકાના કુંભીયા પંચોલ ગામનો પુલ ભારે વરસાદના પગલે ભારે નુકશાન થતા બીનઉપયોગી બન્યો હતો:

તાપી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા તાબડતોબ પુલ રીપેર કરી ૨૪ કલાકમાં રસ્તો ખુલ્લો કરતા પ્રજામાં આનંદ:

ડોલવણના પદમડુંગરી નિચલા ફળીયા રોડ, વ્યારા તાલુકાના લખાલી-ચીચબરડી-રાણીઆંબા-ઢોંગીઆંબા રોડ અને ઝાંખરી-બીરબરા રોડ ઉપર પણ રાહત અને રીપેરીંગ કામગીરી હાથ ધરી ક્લાકોના સમયમાં જ કામગીરી પુર્ણ કરવામા આવી: 

વ્યારા:  તાપી જિલ્લામાં છેલ્લા ૪ દિવસથી ભારેથી અતી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે જિલ્લામાં અનેક નાના મોટા રસ્તા અને પુલને નુકસાન થયુ છે. લોકોને હાડમારીનો ભોગ ન બનવુ પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સહિત લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી/કર્મચારીઓ સતત સતર્ક રહીને કામગીરી કરી રહ્યું છે. જેમાં ડોલવણ તાલુકાના કુંભીયા પંચોલ ખાતે આવેલ સબમર્સીબલ બ્રિજ પર ભારે વરસાદના કારણે નુકશાન થવા પામેલ હતું. જેના કારણે ત્રણ ગામોને આવન જાવન માટે ભારે તકલીફ પડી હતી. આ અંગેની માહિતી જિલ્લા કંટ્રોલરૂમને મળતા સંબંધિત વિભાગને જાણકરવામાં આવી હતી. ત્યારબાદ આ પુલ ઉપર તાપી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા તાબડતોડ પુલ રીપેરની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પગલે આજરોજ રીપેરીંગ કામગીરી ૨૪ કલાકમાં પુરી થતા રસ્તો ખુલ્લો કરતા પ્રજામાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. વહિવટીતંત્ર દ્વારા રાહત કામગીરી વિજળી વેગે પુરી કરતા ગામજનોએ તંત્રની સરાહના કરી હતી. 

 અત્રે ઉલ્લેખનિય છે કે, આ ઉપરાંત ડોલવણના પદમડુંગરી નિચલા ફળીયા રોડ, વ્યારા તાલુકાના લખાલી-ચીચબરડી-રાણીઆંબા-ઢોંગીઆંબા રોડ અને ઝાંખરી-બીરબરા રોડ ઉપર પણ રાહત અને રીપેરીંગ કામગીરી હાથ ધરી ક્લાકોના સમયમાં જ કામગીરી પુર્ણ કરવામા આવી છે.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है