શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડીયાપાડાનાં ઝાંક ગૃપ ગ્રામ પંચાયતનાં ઇન્ચાર્જ તલાટી રૂા.૧૫,૦૦૦/-ની લાંચ લેતા એ.સી.બી.નાં રંગે હાથે ઝડપાયા;
રસ્તાના કામ માં ટકાવારી માંગતા ફરિયાદીએ એસીબી નો સહારો લઇ છટકું ગોઠવતા તલાટી કમ મંત્રી રંગે હાથે લાંચ લેતાં ઝડપાયો;
નર્મદા: પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી રીતેષભાઈ ગેમરભાઈ દેસાઈ ઉ.વ.૨૭, ત.ક.મંત્રી, નોકરી -મંડાળા ગૃપ ગ્રામ પંચાયત ચાર્જ ઝાંક ગૃપ ગ્રામ પંચાયત હાલ રહે.ડેડીયાપાડા પ્રજાપતિ ભરતભાઈ ના મકાનમાં બસ ડેપો સામે, તા.ડેડીયાપાડા જી.નર્મદા મુળ રહે. સેઢાલ તા.ચાણસ્મા જી.પાટણ નાઓને રૂા.૧૫,૦૦૦/- ની લાંચ લેતા એ.સી.બી.નાં રંગે હાથે ઝડપાયા છે.
આ કામના ફરીયાદી ઝાંક ગામમાં સરપંચ તરીકે સેવા આપતા હોય જેઓએ RCC રસ્તાના કામ ૧૫ માં નાણાંપંચ માંથી કુલ રૂ.૩,૬૨૦૦૦/- જેટલી રકમ મંજુર કરવામાં આવેલ જે રસ્તાના કામો ફરિયાદીએ જાતે કરેલ તેઓના ગૃપ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી નાઓએ આ કામોની ટકાવારીના લાંચના નાણાં રૂ.૧૫,૦૦૦/- ફરિયાદી પાસે માંગણી કરેલ હતી.
જે લાંચની રકમ ફરીયાદીશ્રી આરોપીને આપવા માંગતા ન હોય તેઓએ નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ.શ્રી ડી.ડી.વસાવા નાઓનો સંપર્ક કરી લાંચના છટકાનુ આયોજન કરતા આરોપી રીતેષભાઈ ગેમરભાઈ દેસાઈ ઉ.વ.૨૭, ત.ક.મંત્રી, નોકરી -મંડાળા ગૃપ ગ્રામ પંચાયત ચાર્જ ઝાંક ગૃપ ગ્રામ પંચાયત હાલ રહે.ડેડીયાપાડા પ્રજાપતિ ભરતભાઈ ના મકાનમાં બસ ડેપો સામે, તા.ડેડીયાપાડા જી.નર્મદા મુળ રહે. સેઢાલ તા.ચાણસ્મા જી.પાટણ નાઓએ ફરીયાદી પાસેથી રૂ.૧૫,૦૦૦/- ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલ છે, જે અન્વયે નર્મદા એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજપીપલા ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
આ ઉપરોક્ત કેસ અંગે તથા અન્ય કોઇ સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા સત્તાના દુરૂપયોગ અંગેની જાણ એ.સી.બી. કચેરીના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮, ઈ-મેઈલ: astdir-acb-f2@ gujarat. gov.in, વ્હોટસએપ નં.૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા તથા CD દ્વારા અથવા પેનડ્રાઈવમાં પણ માહિતી મોકલવા નાગરોકિને આહવાન કરવામાં આવે છે.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા