બ્રેકીંગ ન્યુઝ

કોરોના સામેના અમોઘ શસ્ત્ર એવા રસિકરણ માટે ડાંગ જિલ્લા પ્રશાસન પ્રતિબદ્ધ :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

કોરોના સામેના અમોઘ શસ્ત્ર એવા રસિકરણ માટે ડાંગ જિલ્લા પ્રશાસન પ્રતિબદ્ધ :

જિલ્લાના ૩૧૧ ગામો પૈકી ૩૧ ગામોમા સો ટકા વેકસીનેસન થયુ : બીજા ૧૨૫ ગામોમા સો ટકા વેકસીનેસન થાય તે માટે જિલ્લાના ચુનંદા અધિકારીઓને વિશેષ ફરજ સોંપાઈ :

કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સતત ગ્રામ્ય સ્તરે કરી રહ્યા છે મુલાકાત :

ડાંગ, આહવા: તા: ૨૩: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ઉગતી જ ડામી દઈ, કોરોનાને દેશવટો આપવાના ભગીરથ કાર્ય માટે રાતદિવસ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા ડાંગ જિલ્લા પ્રશાસને જિલ્લામા સો ટકા વેકસીનેસન માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. 

જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમા કેટલેક ઠેકાણે રસી બાબતે પ્રવર્તતી ગેરમાન્યતાઓ, અને અંધશ્રદ્ધા બાબતે તેઓને સાચી સમજ આપવા સાથે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે પ્રજાજનોને સુરક્ષિત કરવાના અનેકવિધ પગલા સાથે જિલ્લા પ્રશાસને જાગૃત જનપ્રતિનિધિઓના સહયોગ સાથે વ્યાપક રસિકરણ ઝુંબેશ શરૂ કરી છે. 

જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યા, તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના આરોગ્ય વિભાગે આ માટે સુક્ષ્મ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લાના ૧૨૫ જેટલા ગામો કે જ્યા ૫૦ થી ૯૯ ટકા વેકસીનેસન થયુ છે તેને અલગ તારવી, અહીં આગામી તા.૨જી ઓક્ટોબર, ૨૦૨૧ સુધી સો ટકા રસિકરણ સંપન્ન કરવાનો લક્ષ નિર્ધાર કરાયો છે. જયારે જિલ્લાના ૩૧૧ ગામો પૈકી ૩૧ ગામોમા આ અગાઉ જ સો ટકા વિક્સીનેસનની કામગીરી સમ્પન્ન કરવામા આવી છે. 

જિલ્લાના જુદા જુદા દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કાર્યવિસ્તારના આ ગામોમા હાથ ધરાઈ રહેલી વેકસીનેસનની કામગીરી માટે ફરજનિયુક્ત જિલ્લાના ઉચ્ચાધિકારીઓને વિશેષ સૂચના, અને માર્ગદર્શન સાથે નિયત સમય મર્યાદામા આ કામગીરી પાર પાડવાની અપીલ કરવામા આવી છે. 

જિલ્લાના જે અધિકારીઓને રસિકરણની વિશેષ કામગીરી સોંપવામા આવી છે તેમા (૧) જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ડી.એન.ચૌધરીને ઝાવડા પી.એચ.સી. ના બોરપાડા, વાંઝટઆંબા, ધોધલપાડા, બોરીગાવઠા (વઘઇ), અને ચીકાર, (૨) પ્રાયોજના વહીવટીદાર શ્રી કે.જી.ભગોરાને સાપુતારા/ગલકુંડ અને સાકરપાતળ પી.એચ.સી.ના ગુંદિયા, બરમ્યાવડ, અને સોનુનિયા, (૩) પ્રાંત અધિકારી સુશ્રી કાજલ ગામીતને કાલીબેલ પી.એચ.સી.ના કાલીબેલ સહિત પાંઢરમાળ, એન્જીનપાડા, અને ખોપરીઆંબા, (૪) નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સી.વી.પટેલને સાકરપાતળ પી.એચ.સી.ના સાકરપાતળ, સુસરદા, બાજ, અને જામલાપાડા, (૫) નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરીને કાલીબેલના ભેંસકાતરી, કાકરદા, ભોંગડીયા, અને ભુજાડ, (૬) કાર્યપાલક ઈજનેર (સ્ટેટ) શ્રી એસ.આર.પટેલ ને પીમ્પરીના આહવા, મુલચોન્ડ, ચીકટિયા, અને સુંદા, (૭) કાર્યપાલક ઈજનેર (પંચાયત) શ્રી રાજેન્દ્ર ચૌધરીને પીમ્પરીના ભવાનદગડ, ગોળસ્ટા, ખાપરી, અને ગૌર્યા, (૮) કાર્યપાલક ઈજનેર (પાણી પુરવઠા) શ્રી ડી.બી.પટેલને ઝાવડાના ચીંચીનાગાંવઠા, કુડકસ, ડુંગરડા, દાબદર, અને ઝાવડા, (૯) કાર્યપાલક ઈજનેરશ્રી (સિંચાઈ) ને સાકરપાતળના ઘોડવહળ અને દગુનિયા, (૧૦) જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભૂસારાને સાકરપાતળના ભદરપાડા અને ધાંગડી, (૧૧) વાસમોના યુનિટ મેનેજર શ્રી હેમંત ઢીમ્મરને કાલીબેલ અને પીમ્પરીના સરવર, ગુંજપેડા, માછળી, ખાતળ, પીમ્પરી, અને હનવંતચોન્ડ, (૧૨) આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી શ્રી રતિલાલ ચૌધરીને ગલકુંડ અને સાપુતારાના જામદર, મોટાચર્યા, ધૂમખલ, અને સૂર્યા બરડા, (૧૩) વઘઇના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી (સ્ટેટ) ને સાકરપાતળના આહેરડી, કુમારબંધ, અને લવારીયા, (૧૪) વઘઇના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી (પંચાયત)ને સાકરપાતળના બારીપાડા, શિવારીમાળ, અને બોરીગાવઠા (શામગહાન), (૧૫) જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને ગાઢવીના સુકમાળ, અને જામલાપાડા (ગાઢવી), (૧૬) આહવાના મામલતદાર શ્રી ધવલ સંગાડાને ગાઢવીના ધવલીદોડ, ગોંડલવિહીર, બોરખેત, અને ઘુબીટા, (૧૭) વઘઇ મામલતદાર શ્રી સી.એ.વસાવાને સાકરપાતળ અને ઝાવડાના દેવીપાડા, આંબાપાડા (વઘઇ), રંભાસ, ઉગા, ચીકાર, અને બારખાંઘ્યા, (૧૮) સુબિર મામલતદાર શ્રી પ્રતિક પટેલને પીપલદહાડ અને ગારખડીના ગૌહાણ, સેપુઆંબા, જુન્નેર, આમથવા, સાવરદા, નિમપાડા, અને ચીંચધરા, (૧૯) જિલ્લા આયોજ એકમના સંશોધન અધિકારીશ્રીને સાપુતારા/સાકરપાતળના શામગહાન, ચિરાપાડા, ભાપખલ, અને ચીખલી, (૨૦) વઘઇના તાલુકા વિકાસ અધિકારીશ્રીને સાકરપાતળ/ઝાવડાના મોટી દાબદર, મલિન, ચીખલદા, ભેંડમાળ, દગડીઆંબા, વાનરચોન્ડ, અને ખિરમાણી, (૨૧) સુબિરના તાલુકા વિકાસ અધિકારીશ્રીને પીપલદહાડ અને ગલકુંડના મોહપાડા, સાવરદા કસાડ, ખામભલા, ખેરીન્દ્રા, શિવબારા, અને બરડીપાડા, (૨૨) જિલ્લા આંકડા અધિકારીશ્રીને ગાઢવી, ગલકુંડ, અને ગારખડીના માદલબારી, માળગા, વડપાડા, મહાલપાડા, કમદિયાવન, અને વાંઝટટેમ્બરૂન, (૨૩) જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (આદિજાતિ) ને સાપુતારાના ટાંકલીપાડા, કહાડોલઘોડી, સોનગીર, અને વાસુરણા, (૨૪) આહવાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી (સ્ટેટ) ને સાકરપાતળ અને સાપુતારાના ભૂરાપાણી, નિમ્બારપાડા, બરડપાણી, મોટી દભાસ, અને લહાન દભાસ, (૨૫) આહવાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી (પંચાયત) ને ગલકુંડના આંબડીયા, પાયરપાડા, બીલમાળ, ચીંચપાડા, અને ચૌક્યા, (૨૬) સુબિરના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી (પાણી પુરવઠા) ને શીંગાણાના કેશબંધ, જામાલા, જામન્યામાળ, ગિરમાળ, ગાવદહાડ, અને શીંગાણા, (૨૭) આહવાના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી (પાણી પુરવઠા) ને સાકરપાતળ અને સાપુતારાના માનમોડી, કાંચનપાડા, સુપદહાડ, અને મહારાઈચોન્ડ, (૨૮) દક્ષિણ ડાંગ વન વિભાગ-આહવાના મદદનીશ વન સંરક્ષકશ્રીને સાકરપાતળના મોટા માલુનગા, દરાપાડા, નડગચોન્ડ, અને મૂરમબી, તથા ઉત્તર ડાંગ વન વિભાગ-આહવાના મદદનીશ વન સંરક્ષકશ્રીને પીમ્પરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્ષેત્રના વાંગણ, ધુલચોન્ડ, અને કુત્તરનાચ્યા જેવા ગામોની વિશેષ જવાબદારી સુપ્રત કરી, પળેપળના રિપોર્ટિંગની સૂચના આપવામા આવી છે. 

કલેકટર શ્રી ભાવિન પંડયા સ્વયં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની જાતમુલાકાત લઈ, આરોગ્યકર્મીઓને માર્ગદર્શન પૂરું પાડવા સાથે ગ્રામજનોને રસિકરણ બાબતે સાચી સમજ આપી રહ્યા છે. તે જ રીતે આ અધિકારીઓને પણ સતત તેમને ફાળવેલા ગામોની મુલાકાત લેવા, અને નિયત લક્ષ્યાંક હાંસલ કરવાની સૂચના આપવામા આવી છે.  

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है