બ્રેકીંગ ન્યુઝ

આત્મહત્યા મામલે દુષ્પ્રેરણા ની કામગીરી માં ભીનું સંકેલવાની પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ..?

મૃતકની પત્નિએ ભાજપના જીલ્લા પંચાયત સદસ્ય હિતેશ વસાવા અને તેના પિતાએ ધાક ધમકી આપતા ઝેરી દવા ગટગટાવી હોવાનો લગાવ્યો આરોપ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા

નર્મદા પોલીસ પ્રશાસન ની આત્મહત્યા મામલે દુષ્પ્રેરણા ની કામગીરી માં ભીનું સંકેલવાની પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ.. ??

દેડીયાપાડા ગ્રામ પંચાયતનાં કર્મચારીએ ઝેરી દવા પી આત્મહત્યા કરવાના મામલે મૃતકની પત્નિના ભાજપાના જીલ્લા પંચાયત સદસ્ય હિતેશ વસાવા સહિત તેના પિતા એ ધાક ધમકી આપતા ઝેરી દવા ગટગટાવી હોવાનો આરોપ; પોલીસ બની મૂક દર્શકઃ

પોલીસ ફરિયાદ દાખલ ના કરતા આદિવાસીઓએ પોલીસ મથક માજ દેરા નાખી મરશિયા ગાવાનું શરૂ કરતાં પોલીસ માં દોડધામ;

BTP નાં ચૈતર વસાવા પર આરોપ મૂકી પોલીસ મથક માં ફરિયાદ નોંધી પોલીસ સમગ્ર પ્રકરણ ને અવડી દિશામાં લઇ જવાનો પ્રયાસ…! જેવાં ગંભીર આરોપ પોલીસ પર લોકો લગાવી રહયા છે, 

     નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા પણ પંચાયત માં ફરજ બજાવતા એક કર્મચારી એ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે,આ મામલે આદિવાસી વિસ્તાર માં સક્રિય ભારતીય ટ્રાઈબલ અને ભાજપા ના આગેવાનો ઉપર આરોપ પ્રત્યારોપ નો દોર શરૂ થયો છે, ઝેરી દવા ગટગટાવી મરણ જનાર ની પત્નિ પોતાનાં પતિ એ નર્મદા જીલ્લા પંચાયતના ભાજપા સદસ્ય હિતેશ વસાવા સહિત તેના પિતા દીવાલ સેઠ ઉપર પતિને આત્મહત્યા કરવા મજબુર કરવાની આરોપ લગાવ્યો છે, ત્યારે બીજી તરફ ગ્રામ પંચાયત ની સરપંચ અને હિતેશ વસાવા ના માતા એ BTP નાં આગેવાન ચૈતર વસાવા એ આત્મહત્યા માટે મજબૂર કર્યા ની પોલીસ મથક માં ફરિયાદ પણ નોંધાવી છે.

    સમગ્ર પ્રકરણ ની વાત કરીએ તો ડેડીયાપાડા ગામમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના ઝંડાઓ લગાવવામાં આવ્યા હતા, જે ઝંડાઓ પંચાયત ના આદેશ થી ઉતારી લેવામા આવ્યા હતા, આ મામલે ભારે તુલ પકડ્યું હતું. BTP નાં આગેવાનો માં નારાજગી ફેલાઈ હતી, ત્યારે પંચાયત ના કર્મચારી મરણ જનાર શંકર સોનજીભાઈ વસાવા ને ઝંડીઓ ઉતારી લેવા માટે BTP નાં આગેવાન રહે.બોગજ તા. દેડીયાપાડા નાઓ એ ધાક ધમકી આપતા તેને ગભરાય ને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ પોલીસ મથક માં ડેડીયાપાડા ની સરપંચ અને હિતેશ વસાવા ની માતા એટલે કે દીવાલ શેઠ ની પત્નિ એ કરી છે.

    આ મામલે મૃતકની પત્ની ગીરજાબેન શંકરભાઈ વસાવા એ ડેડીયાપાડા પોલીસ મથક માં પોતાની લેખીત ફરિયાદ આપતા જણાવ્યું છે કે મારા પતિ ને દીવાલ શેઠે પંચાયત કચેરી એ બોલાવ્યો હતો, અને પતિ જ્યારે ઘરે પરત ફરતાં પત્નિ એ પૂછતા પોતાની પાસે ખોટા કામો કરવામાં આવતાં હોવાનુ પતિ એ જણાવ્યું હતું, અને વિશેષ માં જણાવ્યું હતું કે જો ના પાડી એ તો નોકરી માંથી કાઢી નાખવાની ધમકીઓ આપે છે, જેથી પતિદેવ ભારે માનસિક તાણ માં રેતા હતાં, BTP ના જે ઝંડા ગામમાં ફરકાવ્યા હતા તે મૃતક ને તેણે પોતે ઉતર્યા હોવાનુ. માથે લેવા માટે હિતેશ વસાવા અને દીવાલ શેઠ દબાણ કરતા જેથી પતિ માનસિક તાણમાં પોતાને કહેલ કે આના કરતાં તો દવા પી મરી જવું સારું.

    આ વાત સાચી પણ ઠરી તા.27 મીનાં રોજ ભારે માનસિક તાણ અનુભવતા ડેડીયાપાડા પંચાયત ના કર્મચારી શંકર વસાવા એ ઝેરી દવા ગટગટાવી લેતાં તેનું સારવાર દરમિયાન સુરત દવાખાનાં માં મોત નીપજ્યું છે, આ મામલે પત્નિ પોલીસ મથક માં પતિના મૃત્યુ માટે જીલ્લા પંચાયત સદસ્ય હિતેશ વસાવા સહિત તેના પિતા દીવાલ શેઠ ને જવાબદાર ગણાવી રહી છે તેણે લેખીત રજુઆત પણ પોલીસ મથક માં કરી છે, પરંતું તેની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. !!

   ઉલટાનું BTP નાં આગેવાન ચૈતર વસાવા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ મામલે આદિવાસીઓમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે, ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના આગેવાનો ડેડીયાપાડા ખાતે દોડી ગયા હતા,અને મૃતક ની પત્નિ ની ફરિયાદ દાખલ કરવાની માંગ કરી રહ્યા છે, આદિવાસીઓ એ પોલીસ મથક માજ મરણ ના મરશિયા અને રામધુન ગાવાનું શરૂ કર્યું છે.

     ઝેરી દવા ગટગટાવી મોત ને ભેટેલા શંકર વસાવા નું સુરત નાં સરકારી દવાખાના માં મોત નીપજ્યું હોય તેની લાશ જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં નહિ આવે ત્યાં સુધી નહિ લાવવાની હઠ પકડી ને સેકડો ની સંખ્યામા લોકો પોલીસ સ્ટેશન સામે બેઠા છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है