બ્રેકીંગ ન્યુઝ

આંતરરાષ્ટ્રીય મહિલા દિન-૨૦૨૧ની ઉજવણી નિમિતે તાપીની ઉદ્યોગ સાહસિક મહિલાઓનું કરાયું સંન્માન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની  ઉજવણી કરવામાં આવી, સદર કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે શ્રી હિતેશ જોષી (GAS) SDM તાપી ઉપસ્થિત રહ્યા હતાં.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે તા. ૦૮ માર્ચ, ૨૦૨૧ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાપી જિલ્લાના વિવિધ ગામોની અનેક  આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય વિષય ‘ખેતીમાં મહિલાઓનું નેતૃત્વ: ઉદ્યોગ સાહસિકતા, સમાનતા અને સશક્તિકરણ હતો.
સમગ્ર કાર્યક્રમમાં કેવિકે ના માર્ગદર્શન હેઠળ મશરૂમની ખેતી અપનાવી સફળ થયેલ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સંન્માન કરવામાં આવ્યું હતું. અન્ય મહિલાઓ સહીત  ઉદ્યોગ સાહસિક શ્રીમતી અંજનાબેન ગામીત (ગામ:નાની ચીખલી, તા. વ્યારા) નું ઉપસ્થિત કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે  માનનીય હિતેશ જોષી (GAS) SDM તાપીનાઓ  દ્વારા શાલ ઓઢાડી અને  સંન્માન પત્ર આપી તેમનું  સન્માન કરવામાં આવ્યું હતુ. અંજનાબેનએ પોતાના વ્યવસાયિક અનુભવો જણાવી સર્વે ઉપસ્થિત મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ઉલેખનીય છે કે મહિલા  ઉદ્યોગ સાહસિક અંજનાબેન એ કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિર્વિસટી, વઘઈ ના માર્ગદર્શન હેઠળ મશરૂમ બીજ ઉત્પાદનની  તાલીમ મેળવેલ  અને તેઓ  બીજ ઉત્પાદન સાથે અન્ય મશરૂમ ઉત્પાદન માટે ઉત્સુક પુરુષો અને મહિલાઓને શિક્ષીત કરી રહ્યા છે.
આદિવાસી મહિલાઓ અંજનાબેન માફક આગળ આવે અને પોતે સ્વનિર્ભર બની શકે છે, વધુમાં અંજનાબેન આપ મશરૂમની ખેતીમાં આગળ વધો અને  ગુજરાતના નવયુવાન ભાઈ તથા બહેનોને પણ આ ક્ષેત્રમાં આગળ વધવા પ્રેરણા  શ્રોત બનવા બદલ આપને  હાર્દિક શુભેચ્છાઓ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है