બ્રેકીંગ ન્યુઝ

૭૬મા સ્વાતંત્ર્ય પર્વ અવસરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલી મહત્વપૂર્ણ જાહેરાતો :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૭૬મા સ્વાતંત્ર્ય પર્વ અવસરે કરેલી મહત્વપૂર્ણ જાહેરાતો… અરવલ્લી ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત મહત્વપૂર્ણ જાહેરાતો કરાઈ: 

રાજ્યના બધા જ ૨૫૦ તાલુકાના ૭૧ લાખ NFSA કાર્ડધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ ૧ કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર પ૦ વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધશે :

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા રૂ.૧૦,૦૦૦/- પ્રતિ માસમાં વધારો કરીને રૂ. ૧૫૦૦૦/- કરવામાં આવશે :

રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મૂકાશે

રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ.૩૬૭ કરોડના ખર્ચે નવી ૧૨૦૦ BS-6 બસ સેવામાં મૂકવામાં આવશે: 

રાજ્યના પ૦ બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મૂકવામાં આવશે :

વર્લ્ડ બેન્કની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિયલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરિંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે:

એકતાનગર-કેવડિયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૫૦ બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 

અરવલ્લી ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ધનસુરા ગામના અમૃત સરોવરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું…

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત નિર્માણ પામેલા અમૃત સરોવરોમાં પ્રતિ એકર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીના સંગ્રહનો લક્ષ્યાંક.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है