બ્રેકીંગ ન્યુઝ

સોશિયલ મીડિયા યુઝરો સાવધાન: ઓનલાઇન વીડિયો કોલિંગ દ્વારા લાખો ગુમાવવાનો વારો આવી શકે છે..! 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ 

સોશિયલ મીડિયા યુઝરો સાવધાન: ઓનલાઇન વીડિયો કોલિંગ દ્વારા લાખો ગુમાવવાનો વારો આવી શકે છે..!

વોટ્સઅપ કોલ અથવા વિડિઓ કોલ તમારી જિંદગી બરબાદ કરવાનું કારણ બની શકે છે, 

 હાલ સોશિયલ મીડિયાનાં માધ્યમોનો ઉપયોગ લૂંટ ચલાવવા માટે થઈ રહ્યો છે જુવાન છોકરા છોકરીઓના ફોટા મૂકીને ન ઓળખતા લોકો પર હાય, હલો, કેમ છો.? ના મેસેજ મોકલવામાં આવે છે ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ જેવા મેસેજ કરીને નહી ઓળખીતા લોકો અને ડીપી પર સુંદર છોકરીઓ, યુવતીઓ કે યુવક ના ફોટા મૂકીને લોકોને બનાવી રહ્યા છે રેકેટ નાં શિકાર,

પુરુષો અને યુવતીઓ રીતસર નાં આયોજન બધ્ધ રિતે લોકોને ફસાવતા હોઈ છે, જેમકે તમારાં ફોટો વાળા વીડિયો ની બાજુમાં એક યુવક કે યુવતી નગ્ન થતી હોય છે, અને આ વીડિયો શેર કરીને તમને બદનામ કરવા ની ધમકીઓ આપવામાં આવે છે, હવે તેને સહેલાઈથી નથી લઈ શકતાં કારણ કે તમે પણ ત્યાં વીડિયો માં દેખાવ છો. તેઓ કદાચ એક દમ માંગ નહિ પણ કરે.. પણ પાછળ થી તે વીડિયો તમને બ્લેમેલિંગ કરવા ઊપયોગ કરી શકે છે,

આ લખાય રહયું છે ત્યાં સુઘી ભારત માં કેટલાંય લોકો આવી ઘટનાના શિકાર થઈ ચૂક્યા હોય, ઘણાં લોકો બદનામ થવાનાં ડરે આપઘાત કરી લેતાં હોય છે, અને ઘણા લોકો ઈજ્જત જવાનાં ડરે રૂપિયા આપીને સમાધાન કરી લેતાં હોય છે, અને ઘણાં લોકો હાલમાં જ બોલીવુડ અભિનેતા દ્વારા નગ્ન ફોટાઓ સુટ કરાવ્યાં હતાં તે વાયરલ થઇ ચર્ચાનું કારણ બન્યા હતા, ત્યારે એક બોલીવુડ અભિનેત્રી એ નિવેદન આપ્યું હતું કે ક્યારેક અમને પણ નજર (આંખો) શેકવા માટે મોકો આપો..! 

આંખો શેકવા નાં બહાને કોઇ ફસાય નહી અને આર્થિક કે માનસિક રીતે નુકશાની વેઠવી નાં પડે તે વા હેતું થી આ લેખ લખાવામાં આવ્યો છે, 

આઈટી એક્ટ અને પોલીસ નાં ડરે આવી ઘટનાના ભોગ બનેલા લોકો રૂપિયા આપી દેતા હોય છે, જેથી આવી ફ્રોડ ટોળકી સક્રિય બની રહેતી હોય છે, અને કોઇ ને કોઇ ૧૦ માંથી એક-બે વ્યક્તિ ચિટરોની ગેંગ નો ભોગ બની જતાં હોય l છે, 

 આવી એક ઘટના સોશિયલ મીડિયા પર બની, વાત જાણે એવી છે કે ગ્રામીણ ટુડે ન્યુઝ ચેનલના ડાયરેક્ટર પર એક અજાણ્યા, સેવ નહિ કરેલાં એવાં મોબાઈલ નંબર પરથી વીડિયો કોલ આવ્યો તેઓ ન્યૂઝ એડિટ કરી રહ્યા હોય ફોન રિસિવ કરી લીધો… અને હલો… અને કોણ…. બોલો… કહે છે, તે દરમિયાન સામેવાળી યુવતી અચાનક પોતાના કપડાં લાઈવ વીડિયોમાં ઉતારવા લાગી સતર્કતા નો લાભ લઈ તરત પોતાનો ચેહરો હટાવી લીધો..અને કંઈ અજુકતું બનતું દેખાતા વિડીયોકોલ પરથી પોતાના ચહેરો હટાવી લીધો અને સામે વાળી વીડિયો કોલ કરવાવાળી યુવતી હિન્દી ભાષામાં કહી રહી હતી કે આપ બાથરૂમ મે જાઓ હમ મજે લેતે હૈ… આપ કા ચેહરા સામને કરો… બોલતી રહી, પણ મેં તરત ફોન કટ કરી નાખ્યો, 

જેથી સામેવાળી વ્યક્તિ આપણને બ્લેકમેલિંગ ન કરી શકે અને ભવિષ્યમાં કોઈપણ રીતે પૈસા પડાવી ન શકે, ઘટના કંઈક એવી છે લોકો ડરના માર્યા અને બદનામ થવાના વીકે સામેવાળી ગેંગ કે છોકરી ના કહ્યા મુજબ પૈસા અને બદનામ કરવા માટે આપીને આવી મેટર દબાવી દેતા હોય છે પરંતુ સોશિયલ મીડિયામાં ચાલતી આવી ફ્રોડ ટોળકીઓની ઘટના બહાર લાવવી જરૂરી જેથી કોઈપણ જુવાન અથવા પુરુષ આવી સ્ત્રી છોકરી કે ટોળકીના ચુગાલમાં ન ફસાઈ જાય અને લાખો રૂપિયા ગુમાવવાનો વારો ન આવે માટે સોશિયલ મીડિયા વાપરતા લોકોએ જાગૃત અને સતત રહેવાની જરૂર છે ખાસ કરીને જુવાન છોકરા છોકરીઓના ફોટાઓ વાળા મેસેજ શક્ય બને તો વાંચવા પણ ન જોઈએ જેને આપણે ઓળખતા ન હોઈએ તેઓના મેસેજના જવાબ પણ ના આપવા જોઈએ જેથી કરીને આપણે ભવિષ્યમાં કોઈ મુશ્કેલીમાં ન આવી પડીએ આજે લગભગ સાત કલાકે હું ઓફિસ પર ન્યુઝ બનાવી રહ્યા હતો ત્યારે અચાનક એક વીડિયો કોલ આવ્યો એ વિડીયો કોલ ઊંચકી લેતા જ હલો અને કોણ.. કોને કોલ કર્યો.? એવું કહેતા ની સાથે જ યુવતી નગ્ન અવસ્થામાં આવી ગઈ અને હિન્દી ભાષામાં કહેવા લાગી બાથરૂમ મે ચલે જાઓ થોડી મજા લેતે હૈ અને તરત જ ફોન કટ કરી દેતા બહુ મોટી મુસીબત ટળી એવો હાસકારો અનુભવ્યો હતો.

સોશિયલ મીડિયા હવે બની રહ્યું છે બ્લેકમેલિંગ કરવાનું માધ્યમ તમારી બેદરકારી તમને લાખો લુટાવી શકે છે અને તમારી સતર્કતા તમારી ઈજ્જત બચાવી શકે છે સોશિયલ મીડિયા નો ઉપયોગ બુદ્ધિપૂર્વક કરવો જોઈએ, 

સોશિયલ મીડિયા વાપરતા યુવાનો યુવતીઓ અને પુરુષો અને સ્ત્રીઓ ખાસ ધ્યાન આપે હવે ચોર ટોળકી સોશિયલ મીડિયા માધ્યમથી તમને બ્લેકમેલિંગ કરી શકે છે, વધુ પડતું twitter , facebook, what’App માધ્યમ પર દરરોજના આપણે નહીં ઓળખીતા હોય એવા લોકો હાય, હેલો અને ગુડ મોર્નિંગ ગુડ નાઈટ ના મેસેજ મોકલતા હોય છે આવી ટોળકીઓથી સાવધાન અને જાગૃત થવાનું જરુરી છે, મારા વોટ્સઅપ નંબર પર આવા મેસેજ બે દિવસ પહેલાં આવ્યા હતાં, પણ મેં પૂછ્યું કે મારો નંબર કયાં થી મળ્યો? હું તમને નથી ઓળખતો..! ત્યારે તેઓએ વાત બંધ કરી ધીધી હતી , આવી ઘટના તમારાં પરિવારમાં ઝઘડાં નુ કારણ બની શકે છે, તમારા ચારિત્ર પર શંકા કોઇપણ વ્યકિત કે વીડિયો કે ફોટા નાં માધ્યમ દ્વારા બ્લેમેઇલ નાં કરી શકે તેવું વાતાવરણ ઘરમાં કે પતિ પત્નિ કે બાળકો વચ્ચે બનાવવું જોઈએ. અને આવાં મોબાઈલ ફોન નંબર આપણે બ્લોક કરી દેવા જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है