ક્રાઈમબ્રેકીંગ ન્યુઝ

સગીર વયની દીકરી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધનાર યુવાન સામે બળાત્કાર નો ગુનો નોંધાયો;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

રાજપીપળા શહેરની સગીર વયની દીકરીને ધમકી આપી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધનાર યુવાન વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકે બળાત્કાર નો ગુનો દાખલ થયો છે .

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ની 15 વર્ષીય સગીરા એ આપેલી ફરીયાદ મુજબ વત્સલભાઈ મફતભાઇ કનોજીયા રહે.વડીયાગામ રોયલ સનસીટી સોસાયટી નામનો યુવાન અઢી વર્ષ ઉપર તેણીની સાથે પ્રેમ સંબંધ રાખવા અને જો પ્રેમ સબંધ નહી રાખે તો પોતે મરી જવાની ધમકી આપતા સગીરા ડરી યુવાન સાથે પ્રેમ સંબંધ રાખતા આ યુવાન સગીરા ને રાજપીપળા બજાર માં જવાનું કહી એક્ટીવા પર બેસાડી કરજણ કોલોની ખાતે એક જર્જરીત બ્લોકમાં આવેલ રૂમમાં લઇ મરજી વિરૂધ્ધ બળાત્કાર કરી કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી, પોતાની સાથે પ્રેમ સંબંધ રાખે તેમજ પોતાનું કહ્યું માને તે માટે ફરીયાદીની મરજી ન હોવા છતા તેના ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લઇ આ કામના સગીરા ધોરણ -૯ માં ભણવા માટે જતા તે દરમ્યાન સ્કુલ પાસે આવી પોતાની સાથે આવવા જણાવી મોબાઇલમાં પાડેલ ફોટાઓ ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરવા માટેની ધમકી આપતા રાજપીપળા પોલીસે એ યુવાન વિરુદ્ધ બળાત્કાર અને પોસ્કો નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है