બ્રેકીંગ ન્યુઝ

શ્રાવણિયો જુગાર રમતા ચાર ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી ડેડીયાપાડા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડીયાપાડા ટાઉન ના થાણા ફળિયામાં શ્રાવણિયો જુગાર રમતા ચાર ઇસમોને જુગારના સાધનો તથા રોકડ રકમ રૂ.૧૧,૪૦૦/- તથા મોબાઈલ નંગ -૩ કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૪,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર જુગારનો કેશ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ:


પ્રોહી/જુગારના દૂષણને ડામવા માટે મે. પોલીસ અધિક્ષક નર્મદા શ્રી. હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી. રાજેશ પરમાર રાજપીપળા ડિવિઝન રાજપીપળા નાઓ એ જરૂરી સુચના ઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સર્કલ પો. ઈન્સપેક્ટર શ્રી.પી.પી.ચૌધરી દેડીયાપાડા સર્કલ નાઓ ના સીધા સુપરવિઝન હેઠળ આજ રોજ તા.૧૨/૦૮/૨૦૨૦ નાં જન્માષ્ટમીના તહેવાર હોય જેથી પો.સ.ઈન્સ.શ્રી. એ.આર.ડામોર તથા સ્ટાફના માણસો સાથે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દેડીયાપાડા ટાઉનમાં પેટ્રોલીંગમાં નીકળેલ હતા તે દરમ્યાન પો.સ.ઈન્સ.શ્રી. એ.આર.ડામોર નાઓ ને ખાનગી રાહે બાતમીદાર થી બાતમી મળેલ કે, દેડીયાપાડાનાં  થાણા ફળિયામાં રહેતા હિતેશભાઈ ઉર્ફે જીતુ ગજાનંદભાઈ તડવી નાઓ ના ઘરના વાડામાં કેટલાક ઈસમો બેટરીના અજવાળે પૈસા વડે પત્તા પાના નો હારજીતનો જુગાર રમી રમાડે છે, અને હાલમાં આ પ્રવુતિ ચાલુજ છે . જે બાતમી આધારે સદરહુ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા પત્તા પાના નો પૈસા વડે હારજીતનો જુગાર રમતાં ચાર ઇસમોને પકડી લીધેલ અને સદર પકડાયેલ ચારેય આરોપીઓ ની અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૧,૪૦૦/- તથા મોબાઇલ નંગ – ૩ કિ.રૂ.૩૦૦૦/- તથા પત્તા પાના નંગ – ૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા બેટરી નંગ – ૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિ.રૂ. ૧૪,૪૦૦/- નો જુગારનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है