
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
બલ ગામે આકસ્મિક રીતે ઘરો સળગી ગયેલા પરિવારજનોની વ્હારે આવ્યું દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટી મંડળ;
તમામને દસ દસ હજાર ના ચેક તથા જરૂરી ઘર વપરાશની ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું!!!
નર્મદા જિલ્લામાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી જ હોય છે ત્યારે ફરી એકવાર ડેડીયાપાડા ના બલ ગામે અકસ્મિત રીતે આગ લાગવાની ઘટના બની હતી, જ્યારે સેવાભાવી સંસ્થાઓ તેમજ સામાજીક કાર્યકરો તેમની મદદે આવતા હોય છે, ત્યારે સાગબારા તાલુકા ના દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ મંડળ પરિવારોની વ્હારે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ તા.૦૫,જાન્યુઆરી,૨૦૨૩ ના રોજ ડેડીયાપાડા તાલુકાના બલ ગામે આકસ્મિક રીતે ઘરો સળગી ગયેલા પરિવારજનો ને દેવમોગરા માઈ મંદિર, ટ્રસ્ટી મંડળ દ્રારા દસ દસ હજાર ના ચેક તથા જરૂરી ઘર વપરાશ વસ્તુઓનું વિતરણ દેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, તેમજ આગેવાનો નાનસીંગભાઈ, ધીરસીંગભાઈ અને સામાજિક આગેવાન દુષ્યંતભાઈના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યશ્રી ચૈતર વસાવા એ ટૂંક સમયમાં ઘર બાંધવા માટે જરૂરી થાંભલા, લાકડા સહિત ઘટતું સમાન ઉપલબ્ધ કરાવવા ની બાંહેધરી આપી હતી, સાથે બલ ગામની પ્રાથમિક શાળા ની પણ મુલાકાત લીધી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા