
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડિયાપાડા તાલુકાના રોઝધાટ ગામની બે નવ વર્ષની દિકરીઓ માટે માંડવીના ધારાસભ્ય શ્રી આનંદભાઈ ચૌધરી દેવદૂત સમાન!
રાત્રીના સમયે માંડવી તાલુકાના સઠવાવ સ્કુલ થી ધર તરફ ૫૦.કિ.મી.દૂર રોઝધાટ ગામ તરફ આવવા માટે સાંજે ૭ કલાકે શાળા માંથી ભોજન લઈ કોઈ કારણોસર માંડવી થી ઝંખવાવ હાઇવે રોડ ઉપર શાળામાં જાણ કર્યા વગર ધર તરફ ચાલતી પકડી હતી, સ્કૂલ થી બે કિલોમીટર ની આસપાસ સુધી મેઈન હાઈવે ઉપર ચાલતી ચાલતી આવતી હતી,
એ દરમિયાન માંડવી ના ધારાસભ્ય શ્રી આનંદભાઈ ચૌધરી ની નજર બાળકી ઉપર પડતાં તરત પોતાની ફોર વિહિકલ ગાડી ઉભી કરી બાળકીઓને ઉભી રાખી પુછપરછ કરી પોતાની ગાડી માં તેમનાં નિવાસ સ્થાન ગોડદા ખાતે લઈ જઈ વાલી તેમજ શાળાનો સંપર્ક કરી પોતાના નિવાસ સ્થાને શાળાના આચાર્ય તેમજ વાલીની રૂબરૂ એ રાત્રિના અંદાજિત ૧૧ કલાકે વિધાર્થીનીઓને ધરે મોકલી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓનાં પિતા તેમજ પરિવારજનો દ્વારા ધારાસભ્ય શ્રી નો ખુબ ખુબ આભાર માન્યો હતો, અને તેમનાં જણાવ્યા અનુસાર આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ગામ થી દુર પ્રાથમિક શાળામાં મુકવું પડે છે. અમારા પરિવાર માટે ધારાસભ્ય દેવદૂત સમાન કામગીરી નીભાવી છે. રસ્તા ઉપર કેટલી ગાડીઓ પસાર થઈ હશે, પરંતુ ધારાસભ્ય ની નજર અમારી દિકરીઓ ઉપર પડી…!
આ બે દિકરીઓ અમારી છે તે માંથી એક મારા ભાઇ ની દિકરી છે હાલ ભાઈ હયાત ન હોવા ના કારણે હું તેમનું ભોરણપોષણ કરું છું તેવું દીકરીઓના પિતાએ જણાવ્યું હતું.