બ્રેકીંગ ન્યુઝ

તાપીમાં ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઇ-ઓક્શન:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત

  તાપી જીલ્લામાં ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઇ-ઓક્શન ની શરૂઆત: 

       વ્યારા-તાપી: એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં આવી છે. જે મુજબ મોટર-સાયકલ માટેનાં નંબર માટેની સીરીઝ GJ-26-AA,AD,R,S,AC તેમજ ફોર વ્હીલર માટે GJ-26-AB (RE-AUCTION) માટે શરૂ કરવામાં આવનાર છે. ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનનોનું http://parivahan.gov.in//fancy પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે છે. જેમાં તા. ૧૫-૦૫-૨૦૨૨ થી તા.૧૯-૦૫-૨૦૨૨ સુધી RE-AUCTION ઓનલાઈન માટે ફોર્મ રજીસ્ટ્રેશન તથા એપ્લિકેશન કરવાની રહેશે. તા.૨૦-૦૫-૨૦૨૨ ઈ-ઓકશનનું બિડીંગ ઓપન થશે. તથા તા.૨૧-૦૫-૨૦૨૨ના રોજ ફોર્મ આર.ટી.ઓ કચેરી વ્યારા ખાતે જમા કરવાના રહેશે.

        અરજદારો ફેન્સી નંબર મેળવવા ઈચ્છતા હોય તો ઉપર દર્શાવેલ વેબ સાઈટ ઉપર જઈને સી.એન.એ.

ફોર્મ વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન ભરવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઈ શકશે તથા સમય મર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે એમ ઇન.સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી-તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है